738 ધનવાનોએ સરકારી બેંકો પાસેથી લીધેલી લોનના એક અબજ રુપિયા ડૂબ્યાં

નવી દિલ્હીઃ સરકારી બેંકના 738 થી વધારે લોન ખાતાંઓ ડૂબેલી લોનની કેટેગરીમાં નાંખી દેવાયાં છે. ગત નાણાકીય વર્ષમાં 100 કરોડ રુપિયા અથવા તેનાથી વધારે બાકી ઋણવાળા 738 લોકો માટે લોન અકાઉન્ટને બેડ લોનની કેટેગરીમાં નાંખવામાં આવી છે. નાણાં રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે લોકસભામાં આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2018-19 માટે પ્રોવિઝનલ ડેટા ઉપ્લબ્ધ કરાવ્યો છે. રીઝર્વ બેંકના આ આંકડાઓ અનુસાર વર્ષ 2018-19માં સરકારી બેંકોના 10,000 કરોડ રુપિયા અથવા તેનાથી વધારે લોન લેનારા 48 દેવાદાર હતાં.

નાણાકીય વર્ષ 2017-18માં 100 કરોડ રુપિયા અથવા તેનાથી વધારે લોન લેનારા 792 દેવાદારના લોન અકાઉન્ટને બેડ લોનની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ઠાકુરે જણાવ્યું કે સરકારી બેંકોમાં સુધારના એજન્ડા અંતર્ગત આ બેંકોએ બાકી ઋણની રિકવરી પર જોર આપવા માટે અલગ વર્ટિકલ બનાવી રાખ્યા છે. વધારે વેલ્યૂવાળી લોનને મંજૂર કરવાની જવાબદારી નિગરાનીને અલગ કરવામાં આવી છે અને 250 કરોડ રુપિયાથી વધારેની લોન અકાઉન્ટની દેખરેખની જવાબદારી સ્પેશ્યલાઈઝ્ડ મોનિટરિંગ એજન્સીઓને આપવામાં આવી છે.
છેલ્લાં ચાર નાણાકીય વર્ષમાં સરકારી બેંકોએ 3.09 લાખ કરોડ રુપિયાથી વધારેની રિકવરી કરી છે. આમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન આશરે 1.21 લાખ કરોડની રિકવરી શામેલ છે. નાણાં રાજ્યપ્રધાન ઠાકુરે જણાવ્યું કે સરકારની ક્ષેત્રીય ગ્રામીણ બેંકોના પ્રાઈવેટાઈઝેશનની કોઈ યોજના નથી. ઠાકુરે કહ્યું કે એક રાજ્યની અંદર RRB નું મર્જર કરવામાં આવ્યું છે અને આનો ઉદ્દેશ્ય RRB ના ખર્ચને ઓછો કરવો, ટેક્નિકનો ઉપયોગ વધારવો, કેપિટલ બેસ અને કામકાજી એરિયામાં વૃદ્ધિ કરવાનો છે. તેમણે એપણ કહ્યું કે શિપિંગ, ટેક્સટાઈલ, પાવર, ટેલીકમ્યુનિકેશન્સ, રિન્યૂએબલ એનર્જી અને MSME સેક્ટરની સમસ્યાઓ પર વિચાર કરવા માટે અંતર-મંત્રાલયીય સમૂહ બનાવવામાં આવ્યા છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું કે ગત નાણાકીય વર્ષમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ કલેક્શન વધીને 5.18 લાખ કરોડ રુપિયા પર પહોંચી ગયો છે.