હવે ઈન્શ્યોરન્સ પોલિસીઓને પણ આધારથી લિંક કરવી જરૂરી

નવી દિલ્હીઃ ઈન્શ્યોરન્સ સેક્ટરની દેખરેખ કરનારી સંસ્થા આઈઆરડીઆઈએ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે તમામ પોલીસી સાથે આધાર નંબર લિંક કરવો અનિવાર્ય બનાવી દિધો છે. આના દ્વારા ઈન્શ્યોરન્સ કંપનીઓ સામે મોટો પડકાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બેંક એકાઉન્ટ્સને આધાર સાથે લિંક કરવા માટે એસએમએસ મોકલીને ગ્રાહકોમાં ખલબલી મચાવવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આમ છતા પણ ઈન્શ્યોરન્સ રેગ્યૂલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.

આ આદેશની અસર એ પડશે કે કંપનીઓ પેમેન્ટ કર્યા પહેલાં પોલિસી હોલ્ડર્સને આધાર અને પાન નંબર જમા કરાવવા માટે કહેશે અને આમ ન કરવા પર પેમેન્ટ રોકી પણ શકે છે. તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે જાહેર કરવામાં આવેલા સરક્યુલરમાં આઈઆરડીઆઈએ જણાવ્યું હતું કકે 1 જૂન 2017ના એક ગેઝેટ નોટિફિકેશનમાં કેન્દ્ર સરકારે ઈન્શ્યોરન્સ સહિત અન્ય નાણાકીય સેવાઓ પ્રાપ્ત કરવા માટે આધાર અને પાનકાર્ડના ફોર્મ 60ને અનિવાર્ય જાહેર કર્યું હતું. આ નોટિફિકકેશનમાં વર્તમાન પોલિસીને પણ આધાર અને પાનકાર્ડ સાથે લિંક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.