કેરળમાં નિપાહ વાયરસનો હાહાકારઃ 10 જણનો ભોગ લીધો

0
1135

તિરુવનંતપુરમ – નિપાહ નામના વાયરસને કારણે કેરળ રાજ્યમાં 10 જણનાં મરણ નિપજ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે.

કેરળમાં નિપાહ નામના એક વાયરસને કારણે 10 જણનો ભોગ લીધો. રાજ્યના આરોગ્ય તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

આ વાયરસને રોકવા માટેની કોઈ રસી કે દવા નથી.

આરોગ્ય વિભાગે વાયરસને નિયંત્રણમાં રાખવા માટે હોસ્પિટલોમાં દર્દીઓના અલાયદા વોર્ડ ઊભાં કરવાનો નિર્ણય લીધો છે.

આ વાયરસે છેલ્લા બે અઠવાડિયામાં 10 જણનો ભોગ લીધો છે. આમાં ત્રણ જણ કોળીકોડે શહેરમાં એક જ પરિવારના સભ્યો છે. વધુ છ મરણ રવિવારે નોંધાયા હતા.

આ રોગમાં સખત તાવ આવે છે.

રાજ્યનાં મહિલા આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ કહ્યું કે આ વાયરસનું કારણ હજી નિશ્ચિત કરી શકાયું નથી. મૃતકોનાં લોહીના તથા અન્ય નમૂના પુણેની નેશનલ વાયરલોજી ઈન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યા છે. એનો રિપોર્ટ બે દિવસમાં આવી જવાની ધારણા છે.