ન્યૂ ફરાક્કા એક્સપ્રેસ ઉ.પ્ર.માં પાટા પરથી ઉથલી પડી; છ જણનાં મોત, અનેક ઘાયલ

0
1188

લખનઉ – નવી દિલ્હી અને બંગાળના માલદા વચ્ચે દોડાવવામાં આવતી ન્યૂ ફરાક્કા એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને 6 ડબ્બા આજે વહેલી સવારે ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના હરચંદપુર સ્ટેશન નજીક પાટા પરથી ઉથલી પડતાં ઓછામાં ઓઠા છ જણના મરણ નિપજ્યાં છે અને બીજાં 35 જણ ઘાયલ થયાં છે.

મૃતકોમાં ઓછામાં ઓછા બે બાળકોનો સમાવેશ થાય છે.

તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

લખનઉ અને વારાણસીમાંથી NDRFના જવાનોની ટૂકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ચાલુ છે.

આ દુર્ઘટના હરચંદપુર રેલવે સ્ટેશનથી 50 મીટર દૂર જ બની હતી. ટ્રેનને ખોટા ટ્રેક પર વાળવામાં આવતાં તે ઉથલી પડી હતી.