PM મોદી બન્યા ફેસબુક કિંગ, દુનિયાના દિગ્ગજ નેતાઓને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ દુનિયાના દિગ્ગજ નેતાઓ જ્યાં પોતાના ફેસબુક પેજને પ્રમોટ કરવા માટે પોતાના ખીસ્સા ઢીલા કરી રહ્યા છે ત્યાં જ વડાપ્રધાન મોદી સોશિયલ વેબસાઈટ ફેસબુકના કિંગ બની ગયા છે. 2019 વર્લ્ડ લીડર ઓન ફેસબુકના રિપોર્ટ અનુસાર મોદીના પર્સનલ ફેસબુક પર 4.35 કરોડ લાઈક્સ છે જ્યારે અધિકારિક પેજને આશરે 1.37 કરોડ લાઈક મળ્યા છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી માત્ર ફેસબુક પર જ નહી પરંતુ ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, અને યૂ-ટ્યૂબ પર પણ ખૂબ ફેમસ છે. તો ટ્વિટર પર 4 કરોડ 70 લાખ ફોલોઅર્સ છે તો માત્ર ઈન્સ્ટાગ્રામ પર આશરે 19.9 મિલિયન ફોલોઅર સાથે લોકપ્રિય રાજનેતા છે.

વર્લ્ડ લીડર ઓન ફેસબુક અનુસાર રિપોર્ટમાં મોદી બાદ બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે જેમના ફેસબુક પેજને 2.30 કરોડ લોકોએ લાઈક કર્યું છે જ્યારે 8.40 કરોડ લોકોએ તેમના પેજ પર વાત કરી છે. ત્રીજા નંબર પર સામાજિક કાર્યોમાં વધીને ભાગ લેનારી જોર્ડન સુલ્તાન અબ્દુલ્લાહની પત્ની છે, જેમના ફેસબુક પેજની લાઈક્સ આશરે 1.69 કરોડ જેટલી છે.

ફેસબુકના ક્રાઉટટૈંગલ ટૂલની મદદથી 962 ફેસબુક પેજોની એક્ટિવિટીનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ પેજ એવા લોકોના છે જે કોઈ દેશના મુખિયા છે અથવા પછી સરકારમાં શામિલ છે.