પોસ્ટમોર્ટમ રીપોર્ટને આધારે રોહિત શેખરના મોત મામલે હત્યાનો કેસ નોંધાયો

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડના પૂર્વ સીએમ દિગ્ગજ કોંગ્રેસી નેતા એન ડી તિવારીના તિવારીના પુત્ર રોહિત તિવારીના સંદિગ્ધ હાલતમાં થયેલા મૃત્યુના મામલામાં નવો વળાંક આવ્યો હતો. પોસ્ટમોર્ટમના રીપોર્ટ મુજબ રોહિતનું શ્વાસ રુધાવાને લઇને મોત થયું હતું.પોસ્ટમોર્ટમ અહેવાલ મુજબ રોહિતનું મોં દબાવીને તેમની હત્યા કરવામાં આવી હોઇ શકે છે. તેમ જ ઓશિકું દબાવીને હત્યા કરવામાં આવી હોઇ શકે છે. જોકે ડોક્ટરની પેનલમા અલગઅલગ અભિપ્રાય મળ્યાં હતાં.રોહિત શેખરની પેટરનિટી ટેસ્ટ બાદ એન ડી તિવારીના પુત્ર હોવાનું પ્રસ્થાપન થયાં બાદ તમામ વિવાદો શમી ગયાં હતાં અને તેઓ લગ્ન કરીને ઠરીઠામ જીવન જીવી રહ્યાં હતાં.તેવામાં અચાનક તેમના મોતને લઇને શરુઆતથી જ મામલામાં કોઇ કડી ખૂટતી લાગી રહી હતી તેવામાં દિલ્હી પોલિસે હત્યાનો કેસ નોંધી લીધો છે. 40 વર્ષના રોહિત શેખર તેમના માતા અને પત્ની સાથે રહેતાં હતાં.

રોહિત શેખરના મૃતદેહના પરીક્ષણ વખતે તેમના નાકમાંથી લોહી નીકળેલું જોવા મળ્યું હતું. તેમ જ જે આવેલા પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખાતરી થયાં બાદ પોલિસ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. રોહિત શેખરના ઘેર ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓ સહિત સીએફએસએલની ટીમ પણ પહોંચી હતી અને મહત્ત્વના પુરાવાની શોધખોળ આદરી દીધી છે.

તો બીજીતરફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રોહિતના ઘરમાં લગાવાયેલાં 7 સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળી રહી છે. જોકે 7માંથી 2 કેમેરા કામ કરી રહ્યાં નથી.