બિહારમાં બસમાં આગ લાગતાં 27નાં કરૂણ મરણ

0
1546

પટના – બિહારના મોતીહારી જિલ્લામાં એક બસ પલટી ખાઈ ગયા બાદ એમાં આગ લાગતાં 27 પ્રવાસીઓનાં કરૂણ મરણ નિપજ્યાં છે.

બસમાં 32 પ્રવાસીઓ હતા. બસ મુઝફ્ફરપુરથી દિલ્હી જતી હતી.

આ દુર્ઘટના નેશનલ હાઈવે પર બેલવા ગામ નજીક સાંજે લગભગ ચાર વાગ્યે થઈ હતી.

દુર્ઘટનાની જાણ થતાં તરત જ પોલીસો તથા અગ્નિશામક દળના જવાનો ત્યાં પહોંચી ગયા હતા.