વડા પ્રધાન મોદીએ નાણાં પ્રધાન, પેટ્રોલિયમ પ્રધાન સાથે ઈંધણના ભાવ અંગે સમીક્ષા કરી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નાણાં પ્રધાન અરૂણ જેટલી અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા હતા અને દેશમાં ઈંધણના વધી ગયેલા ભાવ અંગે સમીક્ષા કરી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દેશમાં ઓઈલનું ઉત્પાદન વધારવા, ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સબ્સિડી આપવા તથા આર્થિક ખોટ ઘટાડવા માટે ક્રૂડ તેલની આયાત ઘટાડવા જેવા મુદ્દાઓ પર વડા પ્રધાને જેટલી તથા પ્રધાન સાથે ચર્ચા કરી હતી.

ઈરાન ઉપર અમેરિકાના વ્યાપાર પ્રતિબંધો આવતી ચાર નવેંબરથી લાગુ થશે અને ભારત ક્રૂડ તેલની તેની 80 ટકા જરૂરિયાત તેલની આયાત દ્વારા પૂરી કરે છે. તેથી ઉક્ત બેઠક ખૂબ મહત્ત્વની ગણાય છે.