અસ્વચ્છ રહેતા પતિથી છૂટવા પત્ની કોર્ટના શરણે…

ભોપાલઃ અઠવાડિયા સુધી નહાવાનું ટાળતા-દાઢી ન કરતા ઘરમાં અવ્યવસ્થા ફેલાવતા પતિ સામે પત્નીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પતિ સાત-આઠ દિવસ સુધી ન્હાતો નથી અને શેવિંગ પણ કરતો નથી, રોજે રોજના આ બાબતના ઝઘડાથી ત્રાસેલ-પરેશાન એક મહિલાના પરિવારે કોર્ટના દરવાજા ખખડાવ્યા અને છૂટાછેડાની માંગણી કરી છે. 25 વર્ષનો યુવક અને 23 વર્ષની મહિલાના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. ભોપાલ ફેમિલી કોર્ટના કાઉન્સિલરે શૈલ અવસ્થીએ શુક્રવારના રોજ આ અંગે માહિતી આપતા કહ્યું કે દંપત્તિએ પરસ્પર સહમતિથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

કોર્ટના જજ આર.એન.ચંદ એ તાજેતરમાં જ આ દંપત્તિને નિર્દેશ આપ્યો કે જો તેમણે છૂટાછેડા જોઇતા હોય તો આવતા છ મહિના સુધી બંને એ અલગ-અલગ રહેવું પડશે.

જજ શૈલ અવસ્થીએ કહ્યું કે,  મહિલાનું કહેવું છે કે સતત ન્હાતા નથી તેના લીધે પતિના શરીરમાંથી ખૂબ ગંધ આવે છે અને જો ન્હાવા માટે કહીએ તો તેઓ શરીર અને કપડાં અત્તર એટલે કે સ્પ્રે છાંટવાની કોશિષ કરે છે. શૈલ એ દંપતિના કેસ વિશે વધુમાં કહ્યું કે ,  આ એક મહિના પહેલાનો જૂનો કેસ છે. આ કેસમાં હિન્દુ વિવાહ અધિનિયમ 13બી પારસ્પરિક સહમતિથી લગ્ન વિચ્છેદની અંતર્ગત ફેમિલી કોર્ટમાં કેસ ફાઇલ કર્યો છે, છ મહિના બાદ આ દંપત્તિના વિધિવત છૂટાછેડા થશે.

આ દંપત્તિના લગ્ન એક વર્ષ પહેલાં થયા છે. આ ઇંટરકાસ્ટ અને અરેન્જ મેરેજ હતા. છોકરો સિંધી સમાજનો અને છોકરી બ્રાહ્મણ સમાજની છે.  આ યુવાન દંપત્તિને  બાળક નથી. છુટાછેડા લેવા ઇચ્છિત મહિલાનો પતિ  બેરાગઢમાં દુકાન ચલાવે છે. મહિલાનું કહેવું છે કે.. લગ્ન બાદ પોતાને સિંધી પરિવારમાં ખાવા-પીવામાં રહેણી-કહેણીમાં પોતાને ઢાળવાની કોશિષ કરી.  પરંતુ આ પરિવારમાં તે પોતાને ઢાળી શકી નહીં. કાઉન્સીલર શૈલ ના કહેવા મુજબ આ છોકરીનો આરોપ હતો કે તેના પતિના ઘરમાં સામાન વ્યવસ્થિત રીતે રાખવાની જગ્યા એ વેર-વિખેર કરી મુકે છે. આ વાત પર પણ  મહિલાને તેના પતિ પર મોટી આપત્તિ છે. ભવિષ્ય માટે પૈસા પણ  બચાવી રહ્યો નથી.