તો લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે યોજાશે: વિધિ આયોગે બોલાવી પાર્ટીઓની બેઠક

નવી દિલ્હી- દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવાના સંદર્ભમાં વિધિ આયોગે (લો કમિશન) તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ મુદ્દે સર્વસંમતિ સાધવા માટે આયોગે સાત રાષ્ટ્રીય પાર્ટી અને 59 પ્રાદેશિક પક્ષોની બેઠક આગામી 7 અને 8 જુલાઈના રોજ બોલાવી છે. આ માટે વિધિ આયોગે તમામને પત્ર દ્વારા જાણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ઐતિહાસિક ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા સરકાર તમામ પ્રયાસ કરી રહી છે.2 મહિના પહેલા માગ્યો હતો અભિપ્રાય

વિધિ આયોગે બે મહિના પહેલાં યોજાયેલી બેઠકમાં આ અંગેની એક પ્રશ્નાવલી જારી કરી હતી. આ પ્રશ્નાવલિ દ્વારા આયોગે દેશની સામાન્ય જનતા, સંસ્થાઓ, એનજીઓ અને નાગરિક સંગઠનો પાસેથી સૂચનો માગ્યા હતા. આ બેઠકમાં પ્રશ્નાવલી જારી કર્યાના આગલા મહિને એટલે કે, 16 મેના રોજ ચૂંટણી પંચ સાથે બેઠક કરીને વિધિ આયોગે કાયદાકીય અને બંધારણીય પગલા અંગે માહિતી મેળવી હતી.

સૂત્રોનું માનીએ તો સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાને લઈને ઉપાય અને કાયદાકીય સંશોધન પર ભલામણ અંગે જુલાઈ મહિનાના અંત સુધીમાં વિધિ આયોગનો રિપોર્ટ આવી જશે. જેના તૈયારીના ભાગરુપે રાજકીય પક્ષોની બેઠક મળી રહી છે.

વિધિ આયોગનું માનવું છે કે, આ માટે લોકસભાની નિમાવલીમાં કલમ 198A નો સમાવેશ કરી શકાય છે. અને આ જ પ્રકારનો નિયમ રાજ્ય વિધાનસભાના નિયમોમાં પણ ઉમેરી શકાય છે. વિધિ આયોગે એવી દરખાસ્ત કરી છે કે ત્રિશંકુ વિધાનસભા અથવા લોકસભાની સ્થિતિમાં પક્ષ પલટાના કાયદાના પેરેગ્રાફ 2(1)(B) ને અપવાદ માનવા અંગે સંશોધન કરવામાં આવે.

બંધારણની કલમ 83 અને 172ની જોગવાઈઓ સાથે જનપ્રતિનિધિત્વ કાયદો 1951ની કલમ 14 અને 15માં બદલાવ કરીને લોકસભા અને વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી માટેની જોગવાઈ બાકી રહેલી અવધિ માટે કરાવવામાં આવી શકે છે.