વિશ્વના સૌથી મોટા મેળાને ધ્યાનમાં રાખી ‘કુંભ જિઓ ફોન’ લોન્ચ

મુંબઈ : દરેક ભારતીયને ડીજીટલ સેવાઓ સાથે જોડી, સ્વાયત્ત બનાવવાના આશયથી અને ખાસ કરીને એવા લોકો માટે કે જે સ્માર્ટફોન ખરીદવા સક્ષમ ન હોય તેવા લોકો માટે જિઓ ફોન  લોન્ચ  કરવામાં આવ્યો હતો.  આ વચનને સાર્થક બનાવતા જિઓ ફોન હવે લાવી રહ્યું છે કુંભ જિઓ ફોન.

 વિશ્વમાં દર્શનાર્થીઓ અને યાત્રિકો માટે સૌથી મોટો મેળો એટલે કુંભ છે જેમાં ૫૫ દિવસ દરમિયાન ૧૩ કરોડ યાત્રિકો પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવશે. કુંભના આ પવિત્ર અવસર પર ડૂબકી મારવા આવતા કરોડો યાત્રિકો માટે જિઓ ડીજીટલ ઉકેલ લઇ આવ્યું છે.

ભારતની આ પવિત્ર પરંપરાને અંજલિ સ્વરૂપે કુંભ જિઓ ફોન એક અલગ જ પ્રોડક્ટ છે. આ પવિત્ર યાત્રા દરમિયાન જિઓ ના 4G ડેટાની સાથે કુંભ જિઓ ફોન દર્શનાર્થીઓને અલગ જ અનુભવ કરાવશે. કુંભ જિઓફોન ખાસ લાભ સાથે રજુ કરવામાં આવી રહ્યો છે.

જિઓ ઉત્તરપ્રદેશ પોલીસ અને KASH IT ટીમ સાથે રહી કુંભનો અદભુત અનુભવ લોકો સુધી પહોચાડવા કાર્યરત છે.

કુંભના ફોનના વિશેષ ફીચર્સ

  • કુંભના આ નવા ફીચર્સ જિઓ ફોનના વર્તમાન અને નવા બન્ને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
  • આ કુંભ ફીચર્સ જિઓ સ્ટોર અને જિઓ ફોન થકી મેળવી શકાય છે
  • રિલાયન્સ રીટેલ દ્વારા ૧૯૯૧ નંબર ઉપર ખાસ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે જેમાં જિઓ ફોન અંગેની કોઈપણ જાણકારી મેળવી શકાય છે.

કુંભ જિઓ ફોન:

આ ફોનમાં કુંભ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સાથે પ્રવાસ અંગેની જીવંત માહિતી (જેમકે ટ્રેન, બસ, વગેરે), ટિકિટ બુકિંગ યાત્રી આશ્રય સ્થળની માહિતી, ઈમરજન્સી નંબર,

વિસ્તાર, રૂટ અને નકશાઓ, પહેલેથી ઉપલબ્ધ ધાર્મિક કર્યો અને ન્હાવા માટેના ટાઈમટેબલ,

રેલ્વે કેમ્પ મેળો, સાથીઓનું ચોક્કસ લોકેશન, કુંભ અંગે ધાર્મિક માહિતી, વગેરે નવા ફિચર્સનો સમાવેશ થાય છે. આ સિવાય જિઓ ફોનના રાબેતા મુજબના ફીચર્સનો ખરા જ….

લોન્ચ અંગે જિઓના પ્રતિનિધિએ જણાવ્યું હતું, “નવીન ચીજો રજુ કરવામાં જિઓફોન કેન્દ્રસ્થાને છે અને કુંભ જિઓ ફોન ગ્રાહકો માટે વધારે મુલ્યવર્ધક સેવાઓ લાવવાનું કંપની તરફથી વધુ એક નજરાણું છે. જિઓફોન અત્યારે ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતો ફોન છે કારણકે તેનું મુલ્ય ફોનમાં અપાતા દરેક ફીચર્સમાં સમાયેલું છે. અમને ગર્વ છે કે ભારતમાં કોઇપણ વ્યક્તિ માત્ર રૂ.૫૦૧ ચૂકવી આ સ્માર્ટફોન ખરીદી શકે છે. આ ફોનના આકર્ષક ફીચર્સ ભારતમાં બન્યા છે, ભારતીયો માટે બન્યા છે અને ભારતીયોએ બનાવ્યા છે.”