ભાજપથી નારાજ નીતિશ કુમારને લાલુ પ્રસાદનું આમંત્રણ, કહ્યું ફરી એકજૂથ થવાનો સમય

પટના: બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની મોદી કેબિનેટમાં પદને લઈને ચાલી રહેલી નારાજગી વચ્ચે લાલુ પ્રસાદ યાદવે તેમને આમંત્રણ આપ્યું છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં બિહારમાં ખાતુ ખોલવામાં પણ અસફળ રહેલી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી ‘રાજદ’ (રાષ્ટ્રીય જનતા દળ) એ નીતિશ કુમારને મહાગઠબંધનમાં પરત જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. નીતિશ કુમાર વર્ષ 2017માં મહાગઠબંધનથી છેડો ફાળ્યો હતો. સોમવારે પટનામાં રાજદ ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે આ ઔપચારિક આમંત્રણ પાઠવ્યું હતું.

લાલુ યાદવના નજીકના મનાતા સિંહે મીડિયાને કહ્યું કે, હવે ફરીથી એકજૂથ થવાનો સમય આવી ગયો છે, કારણ કે, ભાજપ આગામી દિવસોમાં નીતિશ કુમારનું માત્ર અપમાન કરશે. ત્યારબાદ પાર્ટીએ કહ્યુ કે, આ અપીલ માત્ર નીતિશ કુમાર માટે નહતી, પરંતુ તમામ નોન ભાજપાઈ પાર્ટીઓ સાથ આવવું જોઈએ.

લોકસભા ચૂંટણીમાં બહુમત સાથે જીત પછી ભાજપે તેમના તમામ સહયોગી દળોને એક એક પ્રધાન પદની ઓફર આપી છે, પરંતુ આને લઈને નીતિશ કુમાર નારાજ દેખાઈ રહ્યા છે. નીતિશ કુમારે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો કહ્યુ કે, જદયુ સરકરાનો હિસ્સો નહીં બને. નીતિશની પાર્ટીને વર્ષ 2017માં પણ મોદી સરકારનો હિસ્સો નહતી બનાવવામાં આવી. આ વખતે આશા હતી કે નીતિશ કુમારને ગઠબંધન છોડવાનું ફળ મળશે. ખાસ કરીને ત્યારે જ્યારે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ 17માંથી 16 સીટો પર જીત હાંસલ કરી છે.

નીતિશ કુમારે મંત્રાલયમાં સહયોગીઓ માટે  પ્રમાણસર પ્રતિનિધિત્વ પર ભાર મુક્યો હતો, પરંતુ ભાજપે મનાઈ ફરમાવી હતી. ભાજપ આ વખતે વર્ષ 2014થી પણ વધુ સીટો સાથે જીત હાંસલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત આવ્યા બાદ નીતિશ કુમારે કહ્યું હતું કે, કોઈને પણ ભ્રમ ન થવો જોઈએ કે, જે જીત બિહારમાં એનડીએ દ્વારા દર્જ કરવામાં આવી છે, તે બિહારના લોકોની જીત છે. જો કોઈ દાવો કરી રહ્યાં છે કે, આ તેમની વ્યક્તિગત જીત છે તો તે માત્ર ભ્રમમાં છે. મુખ્યપ્રધાન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. જોકે સોમવારે મુખ્યપ્રધાને કહ્યું હતું કે, એનડીએ સાથે બધુ સારુ છે.