TRSનું થયું તેલંગાણા, વિક્રમી જીત મેળવનાર કેસીઆર કદી ચૂંટણી હાર્યાં નથી..

હૈદરાબાદ-વિધાનસભા સમય પહેલાં ભંગ કરીને ચૂંટણી લડવાનો કેસીઆરનો દાવ આજના પરિણામો રુપે સફળ થયો છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વડપણમાં કે ચંદ્રશેખરરાવ આગામી પાંચ વર્ષ માટે રાજ્યની શાસનધૂરા સંભાળશે તેવો જનાદેશ આજના પરિણામમાં સામે આવ્યો છે.તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં  ટીઆરએસ ફરીથી સત્તામાં આવી છે. અહીંયા ટીઆરએસ બેતૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી વધારે બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતીના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવે 1985થી કયારેય પણ ચૂંટણી હાર્યા નથી, તેવો રેકોર્ડ તેમણે યથાવત રાખ્યો છે. તેઓ ગજવેલ વિધાનસભા બેઠક પરથી વિજયી બન્યા છે. કેસીઆરના રૂપમાં પ્રસિધ્ધ રાવે પોતાની સામે ઉભા રહેલા કોંગ્રેસના કે વી પ્રતાપ રેડ્ડીને 50,000થી વધુ મતોથી હરાવ્યા છે. 2014માં ટીઆરએસ પ્રમુખ  અહીંયાથી પ્રતાપ રેડ્ડી વિરુધ્ધ 19,391 મતોથી જીત હાંસલ કરી હતી. રેડ્ડીએ તેલગુ દેશમ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા.અલગ તેલંગાણા રાજ્ય માટે આંદોલનની આગેવાનીને ધ્યાનમાં રાખીને કેસીઆરને 2001માં તેદેપાથી અલગ થઈને ટીઆરએસ પાર્ટીનું ગઠન કર્યું હતું. ત્યાં લોકસભા માટે કરીમનગરથી ત્રણ વખત અને મહબૂબનગર બેઠક પરથી એક વાર ચૂંટણી જીત્યા હતા.કોંગ્રેસને તેલંગાણામાં ભારે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ ભારે શરમજનક હાર થઈ છે. કોંગ્રેસના મોટા ગજાના અને મોટા માથા કહેવાય તેવા નેતાઓ હાર્યા છે. કોંગ્રેસના નેતૃત્વવાળી પીપુલ્સ ફ્રન્ટ જીતની સ્થિતિમાં જે મુખ્યપ્રધાન બનવાના દાવેદાર છે, તેમને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. નેતા પ્રતિપક્ષ કે. જના રેડ્ડી પણ નાગાર્જુનસાગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રેવંત રેડ્ડી તેમની ઘરપકડ વીતેલા સપ્તાહે થઈ હતી, તેમાં ખુબ મોટી ઘમાલ થઈ હતી, તેઓ પણ કોડંગલ બેઠક પર હાર્યા છે.