કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરે તે પહેલા યેદિયુરપ્પાનું રાજીનામું

બેંગાલુરુ- કર્ણાટક વિધાનસભા બહુમતી હાંસલ કરે તે પહેલા જ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ રાજીનામું આપવાનો સંકેત આપી દીધો છે. અહીંયાથી સીધો હું રાજભવન જઈશ અને રાજ્યપાલને રાજીનામું આપીશ. યેદિયુરપ્પાના સંબોધનમાં પણ રાજીનામું આપશે તેવી છાટ સ્પષ્ટ દેખાતી હતી. યેદિયુરપ્પાએ તેમના સંબોધનમાં ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે હું ફરીથી રાજ્યની જનતા પાસે જઈશ અને જનતાની સેવા કરવાના આશિર્વાદ લઈને આવીશે. પણ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તે અવસરવાદનું છે. બન્ને પાર્ટી અલગઅલગ વિચારધારા હેઠળ ચૂંટણી લડીને આવ્યા છે, અને સત્તા માટે ભેગા થયા છે.મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ રાજીનામાની વાત કરી પછી વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો ખુશી વ્યક્ત કરી હતી, અને એકબીજાને હાથ મિલાવીને અભિનંદન આપતા હતા. હવે આપણી સરકાર રચાશે.

કર્ણાટક વિધાનસભાથી લાઈવ અપડેટ્સ

  • યેદિયુરપ્પાનું સંબોધનઃ રાજ્યને ઈમાનદાર નેતાઓની જરૂરિયાત છે, આજે મારી સામે પરીક્ષાની ઘડી છે, હું રાજ્યની જનતાની સેવા કરવા માંગુ છું
  • યેદિયુરપ્પાનું વિધાનસભામાં સંબોધનઃ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન અવસરવાદી છે, બન્ને પક્ષો એકબીજાની વિરુદ્ધ લડીને આવ્યા છે
  • વિધાનસભામાં યેદિયુરપ્પાનું સંબોધનઃ જનાદેશને કારણે ભાજપને 104 બેઠક મળી, કોંગ્રેસ કે જેડીએસ પાસે પણ જનાદેશ નથી, હું બહુમતનો પ્રસ્તાવ રજૂ કરું છું
  • કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહ અને પ્રતાપ ગોવડાએ વિધાનસભામાં ધારાસભ્યના શપથ ગ્રહણ કર્યા
  • કર્ણાટક ભાજપ કાર્યાલયમાં સાંજે 6 વાગ્યે મીડિયા સાથે વાત કરશે પ્રકાશ જાવડેકર અને મુરલીધર રાવ
  • રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ગુલામનબી આઝાદે ફોન પર કર્ણાટકની સ્થિતી અંગે જાણકારી મેળવી
  • કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગોવડા પાટીલ વિધાનસભામાં પહોંચ્યા, અને લંચ લીધું, કોંગ્રેસના ડીકે સુરેશ અને દિનેશ ગુંડુરાવ પણ તેમની સાથે ઉપસ્થિત
  • સુત્રોના કહેવા પ્રમાણે યેદિયુરપ્પા રાજીનામુ આપી શકે છે, તે અગાઉ તેઓ 13 પાનાનું ભાષણ વાંચશે
  • ગેરહાજર બન્ને ધારાસભ્યો કોંગ્રેસની સાથે છે, પ્રતાપ ગૌડા પાટીલ અને આનંદસિંહ થોડીક જ વારમાં વિધાનસભા પહોંચશે
  • કર્ણાટક: વિધાનસભાની કાર્યવાહી 3:30 વાગ્યા સુધી સ્થગિત
  • કર્ણાટક: ભાજપના ધારાસભ્ય સોમશેખર રેડ્ડી પણ વિધાનસભા નથી પહોંચ્યા
  • વિધાનસભામાં જીત મેળવવા અંગે અમને પુરો વિશ્વાસ છે: કોંગ્રેસ નેતા વિરપ્પા મોઈલી
  • કે.જી. બોપૈયાનો ઈતિહાસ દાગદાર રહ્યો છે: કપિલ સિબલનો બોપૈયા પર આરોપ
  • બેંગાલુરુઃ કર્ણાટક વિધાનસભાની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
  • બેંગાલુરુઃ કર્ણાટક વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા વિધાનસભા પહોંચ્યા, સાંજે 4 વાગ્યે ભાજપનું શક્તિ પરીક્ષણ થશે
  • કોંગ્રેસના સીનીયર નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા કર્ણાટક વિધાનસભા પહોંચ્યા
  • કર્ણાટક વિધાનસભામાં અને વિધાનસભાની બહાર 200 માર્શલ તહેનાત રહેશે
  • કર્ણાટક વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર પદે ભાજપના કેજી બોપૈયાની વરણીને કોંગ્રેસ અને જેડીએસે સુપ્રીમમાં પડકારી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ
  • કર્ણાટક વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરની વરણીઃ સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે કહ્યુંઃ રાજ્યપાલે ખોટી પરંપરા ઉભી કરી છે
  • જસ્ટીશ બોબડેની ટિપ્પણીઃ એવું જરૂરી નથી કે સીનીયર ધારાસભ્ય પ્રોટેમ સ્પીકર બને, બૌપૈયા માત્ર ફલોર ટેસ્ટ કરાવે
  • કર્ણાટક વિધાનસભામાં મુખ્યપ્રધાન યેદિયુરપ્પા પહોંચ્યા, સૌનું નમન કરીને સ્વાગત કર્યું
  • કર્ણાટક વિધાનસભાના પ્રોટેમ સ્પીકર પદે કેજી બોપૈયા જ રહેશેઃ સુપ્રીમ કોર્ટ
  • કર્ણાટક વિધાનસભાનો ફલોર ટેસ્ટનું લાઈવ પ્રસારણ થાય તે માટે કોંગ્રેસ રાજી