કર્ણાટકઃ કાલે સાંજે 4 વાગ્યે બહુમતી પુરવાર કરોઃ સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે તમામ સુનાવણી સાંભળ્યા પછી ભાજપની યેદિયુરપ્પાને કાલે શનિવારે 4 વાગ્યા સુધીમાં કર્ણાટક વિધાનસભામાં (ફલોર ટેસ્ટ) બહુમતી પુરવાર કરવા આદેશ આપ્યો છે. હવે યેદિપુરપ્પા પાસે બહુમતી સાબિત કરવા માટે 28 કલાકનો સમય છે. સુપ્રીમ કોર્ટે અનેક વિધાનો ટાંકયા હતા. અને રાજ્યપાલ વજુભાઈ વાળાએ કયા આધાર પર ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું, તેમ પ્રશ્ન પણ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસ અને ભાજપે આવકાર્યો છે.

કર્ણાટકનું LIVE અપડેટ

  • ક્યા આધાર પર ભાજપના નેતાઓને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવ્યુઃ જસ્ટિસ સીકરી
  • કર્ણાટક મામલામાં જનાદેશ ખુબ જ મહત્વપૂર્ણ છેઃ જસ્ટિસ સીકરી
  • રાજ્યપાલે ક્યા આધાર પર યેદિયુરપ્પાને મંજૂરી આપીઃ સુપ્રીમ કોર્ટ
  • શું કાલે યેદિયુરપ્પા બહુમતી પુરવાર કરી આપશે? SC                                                           
  • સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સીકરીએ બે સૂચન દર્શાવ્યા છે

(1) યેદિયુરપ્પાના શપથગ્રહણની સમીક્ષા થાય

(2) 24 કલાકની અંદર બહુમતી પુરવાર કરો

  • સુપ્રીમ કોર્ટે ફલોર ટેસ્ટ માટે વધુ સમય આપવાની માંગ ભાજપની માંગને ફગાવી દીધી
  • અમે કાલે કર્ણાટક વિધાનસભામાં અમારી બહુમતી સાબિત કરી દઈશુઃ કોંગ્રેસ