કાંચીપુરમ મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજીનું નિધન

કાંચીપુરમઃ કાંચીપુરમ કામકોટી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું 80 વર્ષની વયે નિધન થયું છે. જયેન્દ્ર સરસ્વતીજીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમને 1994માં કાંચી મઠના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.18 જુલાઇ 1935ના રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69મા શંકરાચાર્ય હતા. તેઓ 1954મા શંકરાચાર્ય બન્યા હતા. કાંચી મઠ દ્વારા કેટલીય સ્કૂલો, આંખોની હોસ્પિટલો ચાલે છે. ભાજપ નેતા રામ માધવે જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે તેઓ સુધારાવાદી સંત હતા. તેમણે સમાજ માટે ઘણું કામ કર્યું.

2004માં જયેન્દ્ર સરસ્વતી પર વરદરાજ પેરુમલ મંદિરના પ્રબંધક શંકર રમણની હત્યાનો આરોપ લાગ્યો હતો. 9 વર્ષ સુધી ચાલેલા મામલા બાદ કોર્ટે 2013માં તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા. આરોપ હતો કે જયેન્દ્રના ઈશારે મંદિર પરિસરમાં 3 સપ્ટેમ્બર 2014ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. કોર્ટે ચુકાદામાં કહ્યું કે હત્યાનો ઉદ્દેશ્ય સાબિત ન થવાના કારણે આરોપીઓને દોષિત ન માની શકાય. સુનાવણી દરમિયાન મામલાના 189માંથી 80 સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયા હતા.