બે જજે CJIને પત્ર લખ્યોઃ સુપ્રીમ કોર્ટના ભવિષ્ય પર ચર્ચા કરો

નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ વિરૂદ્ધ સાત દળોના સાંસદો દ્વારા આપવામાં આવેલા મહાભિયોગની નોટિસ આપવાના બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ જજો જસ્ટિસ રંજન ગોગોઈ અને મદ લોકુરે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને શીર્ષ કોર્ટના ભવિષ્ય અને સંસ્થાગત મુદ્દાઓ પર ફુલ કોર્ટમાં ચર્ચાની માગણી કરી છે.

વિપક્ષની મહાભિયોગની નોટિસને સોમવારના રોજ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂ ફગાવી ચૂક્યા છે. જસ્ટિસ દીપક મીશ્રાના ઓક્ટોબરમાં રિટાયર થયા બાદ વરિષ્ઠતાને લઈને જસ્ટિસ રંજન ગોગોઈ મુખ્ય ન્યાયાધીશ પદના સૌથી વધારે પ્રબળ દાવેદાર રહ્યા છે.

જસ્ટિસ દીપક મીશ્રાને લખવામાં આવેલા પત્રમાં કોલેજિયમના સદસ્ય બંન્ને જજોએ તેમને ફુલ કોર્ટ ગઠનની માંગણી કરી છે કે જેમાં સંવૈધાનિક, સંસ્થાગત મુદ્દાઓ પર ચર્ચા થાય. જો કે અત્યારે ચીફ જસ્ટિસે આ પત્રનો જવાબ આપ્યો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક જજોએ ફુલ કોર્ટનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે જસ્ટિસ દીપક મીશ્રા આ મુદ્દે ગંભીર નહોતા જણાઈ રહ્યા. જ્યારે ન્યાયપાલિકા સાથે જોડાયેલા સાર્વજનિક મહત્વના મુદ્દાઓ સામે આવે છે ત્યારે મુખ્ય ન્યાયાધીશ દ્વારા ફુલ કોર્ટ બનાવવામાં આવે છે.