પત્રકાર છત્રપતિ હત્યાકાંડ: ગુરમીત રામ રહીમની વધી શકે છે મુશ્કેલી

હરિયાણા- સાધ્વી યૌન શોષણ મામલામાં રોહતકની સુનારિયા જેલામાં સજા ભોગવી રહેલા બાબા રામ રહીમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ અદાલતમાં દલીલો પૂર્ણ થઈ ગઈ છે. બુધવારે ગુરમીત રામ રહિમને વિડીયો કોન્ફરન્સ મારફતે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય તમામ આરોપીઓને પ્રત્યક્ષ રૂપે રજૂ કરવામાં આવ્યા હતાં. આ મામલે આગામી 11 જાન્યુઆરીના રોજ કોર્ટ ચૂકાદો આપે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે, ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર કિશન લાલ, નિર્મલ અને કુલદીપ સાથે મળીને સડયંત્ર રચીને સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાનો આરોપ છે.

આ તમામ પર આરોપ છે કે, બાઈક પર આવીને કુલદીપે ગોળી મારીને રામચંદ્ર છત્રપતિની હત્યા કરી હતી, તેમની સાથે નિર્મલ પણ હતો. છત્રપતિએ તેમના સમાચાર પત્ર ‘પૂરા સચ’માં આ મામલે એક અનામ સાધ્વીનો પત્ર પ્રકાશિત કર્યો હતો, અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ કર્યો હતો.

આ મામલે વર્ષ 2003માં એફઆરઆઈ દાખલ કરવામાં આવી હતી અને 2006માં સમગ્ર મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આ સાધ્વીઓ સાથે દૂષ્કર્મ મામલે જ ગુરમીત રામ રહીમ સુનારિયા જેલામાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.