કશ્મીર ઘાટીમાં બંધનું એલાન: JKLF નેતા યાસીન મલિકની અટકાયત

0
2261

શ્રીનગર- જમ્મુ અને કશ્મીર લિબરેશન ફ્રન્ટના (JKLF) નેતા યાસીન મલિકની આજે શ્રીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. યાસીન મલિકે કશ્મીર ઘાટીમાં બંધનું એલાન આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, યાસીન મલિક અલતાવાદી નેતા છે અને કશ્મીર વિરોધી પ્રવૃત્તિઓમાં અનેકવાર તેનું નામ ચર્ચામાં રહે છે. જેથી આ વખતે તેના દ્વારા ઘાટીમાં બંધનું એલાન અપાયા બાદ પોસીલ નથી ઈચ્છતી કે, યાસીન મલિક કોઈ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ કરે.JKLFના પ્રવક્તાએ જણાવ્યું કે, શ્રીનગર પોલીસ આજે સવારે મલિકના નિવાસસ્થાને પહોંચી હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી. કહેવાય છે કે, યાસિન મલિકે કશ્મીર ઘાટીમાં ગતરોજ કરવામાં આવેલી વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું.

કશ્મીર ઘાટીમાં હજી પણ 200 જેટલા આતંકવાદીઓ સક્રિય હોવાનું અનુમાન છે. અને આશરે 3000 જેટલા સ્થાનિક લોકો તેમની મદદ માટે સક્રિય છે. હવે જ્યારે ભારતીય સેના ફરીવાર આતંકીઓ વિરુદ્ધ પોતાનું ઓપરેશન આગળ વધારશે ત્યારે કશ્મીર ઘાટીમાં સર્ચ ઓપરેશનમાં પણ વધુ તેજી આવશે.