કશ્મીર: ઈદ પર 115 કેદીઓને છોડવા CM મહેબૂબા મુફ્તીનો આદેશ

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં ઈદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યની જેલમાં બંધ 115 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ સૂચના આપી છે કે, એવા કેદીઓ જેના ઉપર કોઈ પણ ગંભીર ગુના અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો નથી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે. જેથી તે પોતાના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકે.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ બુખારીએ જાહેરાત કરી હતી કે, ભારતમાં ઈદ શનિવારે એટલેકે આજે ઉજવવામાં આવશે. કારણકે દેશના કોઈપણ ભાગમાં ગુરુવારે ચાંદ જોવા મળ્યો નહતો. જેથી આજે ઈદના તહેવારને અનુલક્ષીને જમ્મુ-કશ્મીર રાજ્ય સરકારે 115 કેદીઓને સજા મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.