વિશ્વ ગૌરવની વાતઃ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ થયું પિંક સિટી જયપુર

0
1156

જયપુર- યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના વધુ એક શહેરનો સમાવેશ થયો છે. રાજસ્થાનની રાજધાની જયપુર શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ એલાન યુનેસ્કોએ શનિવારે કર્યુ. મહત્વનું છે કે, રાજસ્થાનમાં 37 વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ છે. જેમાં ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોર અને ગાગરોન કિલ્લાનો સામેલ છે.

આ એલાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના અજરબૈજાનના બાકુમાં ચાલી રહેલા 43માં સત્ર બાદ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, જયપુરનો સંબંધ સંસ્કૃતિ અને શૌર્ય સાથે છે. ઉત્સાહથી ભરપૂર જયપુરની મેહમાનગતી લોકોને આ તરફ આકર્ષિત કરે છે. ખુશી છે કે આ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે.

ગત વર્ષે ઓગસ્ટમા પિંક સિટીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવા માટે સરકાર તરફથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. 2017ના ઑપરેશન ગાઈડલાઈન અંતર્ગત એક રાજ્યથી દર વર્ષે માત્ર એક સ્થળને વર્લ્ડ હેરિટેજ બનાવવા માટે પ્રસ્તાવિત કરી શકાય છે.

આ દરજ્જો મળવાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન મળવાથી અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. આ ઉપરાંત લોકોને રોજગાર પણ મળશે. હસ્તશિલ્પ અને હસ્તકલા ઉદ્યોગોની આવકમાં પણ ફાયદો થાય છે.