ઈરડાઃ જો તમે આવી રીતે કાર ચલાવશો તો ઈન્સ્યોરન્સ પ્રિમિયમ ઓછું આવશે !

નવી દિલ્હી– એક સબ કમિટીએ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(આઈઆરડીએ)ને પોતાની ભલામણો મોકલી આપી છે. જો આ ભલામણોનો અમલ કરવામાં આવે તો કારના ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ સેફ ડ્રાઈવિંગના આધાર પર નક્કી થશે. એક પેટા કમિટીએ ઈરડાને મોકલેલ રીપોર્ટમાં ભલામણ કરી છે કે વાહનોનું ઈન્સ્યોરન્સ પ્રિમિયમ સેફ ડ્રાઈવિંગના આધાર પર નક્કી કરવું જોઈએ.કોઈપણ વાહનનો ઈન્સ્યોરન્સ કરતાં પહેલા એ જોવું જોઈએ કે તેનો પહેલા એક્સિડેન્ટ થયો છે કે નહી.વાહન કેટલા કિલોમીટર ચાલ્યું છે. જો ગાડી ઓછા કિલોમીટર ચાલી હોય તો તેનું ઈન્સ્યોરન્સ પ્રિમિયમ ઓછું રાખવું. આ વાતની ભલામણ પણ સબ કમિટીએ કરી છે. તે ઉપરાંત જે વાહનને કોઈ અકસ્માત ન થયો હતો તેવા વાહનોને ઈન્સ્યોરન્સ પ્રિમિયમમાં છૂટ આપવી જોઈએ. તેમજ જો વાહન વધુ કિલોમીટર ચાલ્યું હોય તો તેનું પ્રિમિયમ પણ વધારો નક્કી કરવું જોઈએ.ઈરડાને સોંપેલા રીપોર્ટમાં સબ કમિટીએ વિગતો આપતા કહ્યું છે કે ભારતમાં લોકો ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરે છે. રોડ પર સૌથી વધુ કારો એવી હોય છે કે જેમાં એક જ વ્યક્તિ બેઠો હોય છે. તેનો અર્થ એવો છે કે બહાર જવા માટે એક વ્યક્તિ કારનો જ ઉપયોગ કરે છે.તેને કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાય છે. રોડ અકસ્માત પણ વધુ થાય છે. પ્રદૂષણ વધે છે. તેટલા માટે ઈન્સ્યોરન્સ પ્રિમિયમમાં છૂટ આવા ખાનગી વાહનોના ઉપયોગ ઓછો કરવા તરફ પ્રેરશે. અને લોકો બસ અને રેલ સેવાનો ઉપયોગ વધુ કરશે