ભારતના ટામેટાં-લસણ માટે પાકિસ્તાનમાં થઈ રહી છે દાણચોરી

લાહોર/નવી દિલ્હી– પુલવામામાં હુમલો અને તેની પછી ભારતની એર સ્ટ્રાઈક થતાં પાકિસ્તાનમાં ટામેટાં અને લસણની ભારે અછત સર્જાઈ છે. હાલત એવી છે કે લાહોરના બાદામી બાગ સ્થિત શાકભાજી માર્કેટમાં ભારતમાં બે કલાકની અંદર ભારતથી પહોંચેલી બે ટ્રક લસણ હાથોહાથ વેચાઈ ગયું હતું. પાકિસ્તાનના સમાચારપત્ર એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં આ રીપોર્ટ છપાયો હતો. ભારતીય પાયલોટ અભિનંદનને છોડ્યાં પછી ભારતથી ટામેટાં અને લસણની દાણચોરી વધી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

બન્ને દેશો વચ્ચે તંગદિલી વધી જતાં ટામેટા અને લસણનો વેપાર બંધ થઈ ગયો છે. ટ્રકોની અવરજવર બંધ થઈ ગઈ છે. પણ હવે શ્રીનગરથી પાકિસ્તાનના કબજાવાળા ચકોટીની વચ્ચે ટ્રકોની અવરજવર શરૂ થઈ છે. રાવલપિંડી અને લાહોરના બજારોમાં ભારતથી આવેલ શાકભાજીથી ભરેલ ટ્રક પહોંચવા લાગ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે લાહોરના શાકભાજી બજારમાં ભારતથી બે ટ્રકો ભરીને લસણ ગયું હતું.  બજારના એક હોલસેલર વેપારીએ આ ઓર્ડર આપ્યો હતો. હોલસેલર એસોસિએશને ભારતની વિરુદ્ધ બેનર લગાવી રાખ્યું છે, તેમ છતાં કેટલાક વેપારીઓ ભારતથી આવેલ શાકભાજી વેચીને નફો કમાઈ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

લાહોરના બાદામી બાગ ફળ અને શાકભાજી માર્કેટના એસોસિએશનના કહેવા પ્રમાણે આ ટ્રક દાણચોરીના રૂટ પર પહોંચી રહી છે. સરહદ પર ઘૂસણખોરી દ્વારા ટ્રકોને પાકિસ્તાનમાં ઘુસાડી દેવામાં આવે છે.