ભારતીય વિદ્યાર્થીઓ માટે હોટલાઈન શરુ, USના સ્ટિંગમાં પકડાયાંનો મામલો

નવી દિલ્હીઃ અમેરિકામાં પકડાયેલા ભારતીય છાત્ર અત્યારે વિદેશ મંત્રાલયની પ્રાથમિકતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે,  વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ ટ્વીટ કરીને જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અમેરિકા સાથે વાતચીત પણ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની મદદ કરવી તે અમારી પ્રાથમિકતા છે.

અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે અમેરિકી ઓથોરિટી દ્વારા ધરપકડ કરાયેલા 129 વિદ્યાર્થીઓ માટે 24/7 હોટલાઈન સર્વિસ શરુ કરી છે. આ વિદ્યાર્થીઓ પર પે એન્ડ સ્ટે યૂનિવર્સિટી વીઝા સ્કેમમાં શામિલ હોવાનો આરોપ છે. અમેરિકામાં રહેવા માટે અમેરિકી યૂનિવર્સિટીના ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપમાં 130 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં 129 ભારતીય મૂળના અમેરિકી છે.

ભારતીય દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું કે બે નંબર 202-322-1190 અને 202-340-2590 ચોવીસ કલાક સેવામાં રહેશે. પકડાયેલા વિદ્યાર્થીઓના મિત્રો અને પરિજન દૂતાવાસથી cons3.washington@mea.gov.in પર સંપર્ક કરી શકશે. ઈ ફ્રોડનો ભાંડો ફૂટ્યા બાદ પ્રભાવિત વિદ્યાર્થીઓની મદદ માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઓફિસર આની સાથે સંબંધિત તમામ મામલાઓમાં કોઓડિનેટ કરશે.

ઈમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે 30 વિદ્યાર્થીઓની ગેરકાયદે યૂનિવર્સિટીથી ધરપકડ કરી હતી. ત્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ધરપકડ થતા ભારતીય છાત્રોમાં અફરાતફરીનો માહોલ છે.  
તપાસકર્તાઓનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓએ એ જાણતા હતા કે આ યુનિવર્સિટીના પ્રોગ્રામ્સ ગેરકાયદે છે આમ છતા પણ તેમણે અહીંયા એડમિશન લીધું. અધિકારીઓનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓને નિર્વાસિત પણ કરવામાં આવી શકે છે. આટલી મોટી સંખ્યા વિદ્યાર્થીઓને ટ્રેકિંગ ડિવાઈસ સાથે હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમના પર આજુબાજુના કોઈપણ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે. આ પહેલા તપાસકર્તાઓએ 8 ષડયંત્રકારોની પણ ધરપકડ કરી હતી.

તેમના નામથી ખ્યાલ આવે છે કે આ તમામ લોકો ભારતીય મૂળના અમેરિકી છે. આ લોકો પર ઘણ લોકોને વિદ્યાર્થી ગણાવીને ગેરકાયદેસર અમેરિકામાં રહેવા માટે મદદ કરવાનો આરોપ છે.