ભારત આવ્યાં વિશ્વની 100થી વધુ કંપનીના પ્રતિનિધિ, આ છે હેતુ

નવી દિલ્હીઃ ભારતમાં વ્યાપારની તકો શોધવાને લઈને અમેરિકાની 100થી વધારે કંપનીઓના પ્રતિનિધિ દેશના ઘણા શહેરોની યાત્રા પર આવ્યાં છે. કંપનીઓના પ્રતિનિધિઓની યાત્રા અમેરિકી કોમર્સ મિનિસ્ટ્રીના વાર્ષિક વ્યાપાર મિશન કાર્યક્રમ ટ્રેડ વિંડ્સનો ભાગ છે. આઠ દિવસની ભારત યાત્રા દરમિયાન પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી સિવાય, અમદાવાદ, ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ, બેંગ્લોર, અને હૈદરાબાદ પણ જશે અને સરકારના શીર્ષ નેતૃત્વ, માર્કેટ એક્સપર્ટ અને સંભવિત વ્યાપારી ભાગીદારો મુલાકાત કરશે.

અમેરિકાના વાણિજ્ય પ્રધાન બિલબર રોસે કહ્યું કે દુનિયાભરમાં પોતાના ઉત્પાદન અને સેવાઓ વેચનારી અમેરિકી કંપનીઓ માટે નિષ્પક્ષ અને પારસ્પરિક વ્યાપાર સુનિશ્ચિત કરવા માટે વાણિજ્ય વિભાગમાં અમારું લક્ષ્ય, તમામ ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ કરવાનું છે. અમેરિકી વાણિજ્ય વિભાગ 6 થી 11 મે દરમિયાન 11માં ટ્રેડ વિંડ્સ બિઝનેસ ફોરમ એન્ડ મિશનની મિજબાની કરી રહ્યું છે. ભારતમાં અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરે કહ્યું કે અમેરિકા ભારતની અર્થવ્યવસ્થાઓનો આકાર જોતા વ્યાપારમાં વૃદ્ધિની મોટી શક્યતાઓ છે.

આ પહેલાં સમાચારો સામે આવ્યાં હતાં કે અમેરિકા આશરે 200 કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ સેન્ટર ચીનથી ભારત લાવવાની તૈયારી કરી રહી છે. જો બધુ જ સારુ રહ્યું તો લોકસભા ચૂંટણી બાદ ભારતમાં અમેરિકી કંપનીઓ નોકરીઓની બહાર લઈને જશે. આ મામલે અમેરિકા અને ભારતના સંબંધો પર પૈરવી કરનારા સ્વયંસેવી સમૂહ યૂએસ-ઈન્ડિયા સ્ટ્રેટજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમનું કહેવું છે કે અમેરિકી કંપનીઓ ચીનની જગ્યાએ કોઈ અન્ય વિકલ્પની શોધ કરી રહી છે અને કંપનીઓને લાગે છે કે મેન્યુફેક્ચરિંગ સેન્ટર શિફ્ટ કરવા માટે ભારત સૌથી ઉપયુક્ત હશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ગુડ્સ અને સર્વિસનો વ્યાપાર આશરે 142.1 અબજ ડોલરનો થયો હતો. ભારતમાં અમેરિકી આયાત 58.9 અબજ ડોલર અને અમેરિકાને ભારતીય નિર્યાત 83.2 અબજ ડોલરની થઈ હતી. આ પ્રકારે ભારતમાં અમેરિકાને વ્યાપારિક ખોટ 24.2 અબજ ડોલરની થઈ હતી.

ભારત અત્યારે અમેરિકાનું 9મું સૌથી મોટું વસ્તુ વ્યાપાર ભાગીદાર છે. વર્ષ 2018 દરમિયાન બંન્ને દેશો વચ્ચે 87.5 અબજ ડોલરનો વ્યાપાર થયો હતો. ભારતથી અમેરિકાને વસ્તુ નિર્યાત 54.4 ડોલરની અને અમેરિકાથી વસ્તુની આયાત 33.1 અબજ ડોલરની થઈ હતી. આ પ્રકારે ભારતથી વસ્તુમાં અમેરિકાની વ્યાપારિક ખોટ 21.3 અબજ ડોલર હતી.