IGNOUનો જીએસટી પરનો કાર્યક્રમ, આપશે આ લાભ…

નવી દિલ્હી- ઈન્દિરા ગાંઘી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU ) જૂલાઈ 2019થી શરુ થતાં નવા સત્રથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે મળીને વસ્તુ અને સેવા કર (જીએસટી) પર જાગૃતી કાર્યક્રમ શરુ કરશે. યુનિવર્સિટીએ સોમવારે આ અંગેની જાણકારી આપી હતી.

કાર્યક્રમને IGNOU ના સ્કુલ ઓફ મેનેજમેન્ટ દ્વારા શરુ કરવામાં આવશે. જેનું ઉદ્દેશ્ય લોકોમાં જીએસટીને લઈને સામાન્ય સમજ વધારા અને જીસટી કાયદા હેઠળ વિવિધ જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે જરુરી કુશળતા પૂરી પાડવાનો છે.

યુનિવર્સિટીએ જણાવ્યું કે, ખાતાઓનું કામકાજ સંભાળતા લોકો અને અનેક પ્રકારના ઈન્ડાયરેક્ટ ટેક્સ રિટર્ન ભરતા લોકો માટે આ કાર્યક્રમ ફાયદાકારક સાબિત થશે. નાના મોટા બિઝનેસમાં લાગેલા ઉદ્યમીઓને પણ આ કાર્યક્રમથી સીધો ફાયદો થશે, કારણ કે, આ કાર્યક્રમથી એમને જીએસટી કાયદા હેઠળ પ્રક્રિયા અને તેમનું પાલન માટે ઓપચારિકતાઓની જાણકારી મળશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલાક નિયમિત જીએસટી રિટર્ન ભરવા માટે વ્યાવસાયિકોને કુશળતા પ્રદાન કરવાનો છે.