ગૃહપ્રધાન બન્યાં બાદ આજે પહેલીવાર જમ્મુકાશ્મીર જશે અમિત શાહ…

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી બે દિવસીય જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. તો રાજ્યમાં સુરક્ષા સમિતીની સ્થિતીની સમીક્ષા કરશે. આ સીવાય અમરનાથ યાત્રા માટે સુરક્ષા બંદોબસ્ત પર ખાસ ચર્ચા કરશે. આવતા સપ્તાહથી અમરનાથ યાત્રા શરુ થઈ રહી છે. ગૃહ પ્રધાન શાહ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત કરશે. તો ગુરુવારના રોજ તેઓ દિલ્હી પાછા આવશે.

ગૃહ પ્રધાન બન્યા બાદ અમિતશાહનો આ પ્રથમ જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ છે. પહેલાના કાર્યક્રમ અનુસાર તેઓ 30 જૂનના રોજ એક દિવસ માટે કાશ્મીર ઘાટી જવાના હતા. ગૃહ પ્રધાન શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ બીજેપીના કાર્યકર્તાઓ અને પંચાયત સભ્યોને પણ અલગથી સંબોધીત કરશે અને તેના માટેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રાના બીજા દિવસે ગુરુવારના રોજ તેઓ જમ્મૂ-કાશ્મીર પોલીસના શહિદ ઈન્સ્પેક્ટર અરશદ ખાનના પરિજનો સાથે પણ મુલાકાત કરશે. ખાન 12 જૂનના રોજ એક આત્મઘાતી હુમલામાં શહિદ થયા હતા.