ભંડારાનું સ્થાન રહેતું ટાર્ગેટ, અનેક રાજ્યોની 9 બાળકીઓની રેપ-હત્યામાં પકડાયો યુવક

ગુડગાંવ- ગુડગાંવ સેક્ટર-66માં ત્રણ વર્ષની બાળકીના રેપ બાદ હ્ત્યા કરનારા આરોપીના ખુલાસાએ પોલીસના પણ હોશ ઉડાવી દીધા છે. પોલીસ પુછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેમણે 9 માસુમ બાળકીઓની હત્યા કરી છે. આરોપીએ આ તમામ બાળકીઓ સાથે પહેલા રેપ કર્યો અને બાદમાં હત્યા કરી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, આ તમામ બાળકીઓની ઉંમર 3થી 8 વર્ષની હતી. આ કેસમાં 3 ઘટના ગુડગાંવ, 4 ઘટના દિલ્હી, 1 ઘટના ગ્વાલિયર, અને 1 ઝાંસી સાથે જોડાયેલી  છે.

આપને જણાવી દઇએ કે 12મી નવેમ્બરના રોજ સવારે સેકટર-66 એરિયામાં ત્રણ વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ રસ્તાના કિનારા પરથી મળ્યો હતો. આ બાળકીઓ 11મી નવેમ્બરના રોજ બપોરથી ગાયબ હતી. દુષ્કર્મ બાદ બર્બરતાથી હત્યા કરી હતી. આરોપ નજીકની ઝૂંપડીમાં રહેતા યુવક સુનીલ પર લગાવ્યો હતો. પોલીસે તેના જીજા અને બહેન અને માતાની પૂછપરચ્છ કરી. ત્યારબાદ મોડી રાત્રે તેને ઝાંસીથી પકડી પાડ્યો.

દુષ્કર્મ પહેલાં બાળકીઓના પગ તોડી નાંખતો હતો

9 બાળકીઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર સુનીલની હત્યા અને રેપ કરવાની પદ્ધતિ અંગે જાણી રૂંવાડા ઉભા કરી દેનાર છે. આરોપી ઘણી વખત મંદીરોના ભંડારામાં જતો હતો અને ત્યાંથી બાળકીઓનું અપહરણ કરતો હતો. અને સૂમસાન સ્થળ પર લઇ જઇને તે સૌથી પહેલાં બાળકીના પગ તોડી નાંખતો હતો, જેથી કરીને તે ભાગી ના શકે. ત્યારબાદ દુષ્કર્મ કરતો અને પછી માથા પર પથ્થર મારીને હત્યા કરી દેતો. મૃતદેહોને કયારેય સ્થળ પર તો કયારેક અલગ-અલગ જગ્યાએ ફેંકી દેતો હતો. હત્યા બાદ તે દારૂ પીને એન્જોય કરતો હતો.

મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીસીપી ક્રાઈમ સુમિત કુમારે જણાવ્યું કે, તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, આરોપી રસ્તા પાસે ક્યાંય પણ સૂઈ જતો હતો, અને ક્યારેક મજૂરી પણ કરતો હતો. સાથે જ ભંડારામાં ભોજન લેવાનો પણ તેને શોખ હતો.

8 વર્ષ પહેલાં પિતાના મોત બાદ થોડાંક જ દિવસમાં ઘરેથી જતો રહ્યો હતો. છેલ્લાં સાત વર્ષથી તે ઘરથી અલગ રહેતો અને આ રીતે રસ્તા પર ફરતો રહેતો. કયારેક તે ભંડારામાં ફ્રી જમવાનું જમતો અને જ્યારે દારૂ માટે રૂપિયાની જરૂર પડે તો એક-બે દિવસ મજૂરી કરી લેતો હતો. આ તમામ બાળકીઓની હત્યા અને દુષ્કર્મની ઘટનાને તેણે છેલ્લાં બે વર્ષમાં અંજામ આપ્યો.

આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે ગત મંગળવારે ગુડગાંવના એક હનુમાન મંદિરમાં, ગુરુવારે સાંઈબાબાના મંદિરમાં, શનિવારે શનિ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ તપાસ દરમિયાન 100થી વધુ પોલીસવાળાઓ રસ્તા નજીત સૂતા લોકો, બાંધકામ સાઈટ પર મજૂરી કરતા લગભગ 2 હજાર લોકોને ચેક કર્યા હતાં. છતાં આરોપી ગુડગાંવમાંથી પકડાયો ન હતો.