રાફેલ ડીલ પર JPC તપાસ માટે સરકાર તૈયાર નથી!

0
1862

નવી દિલ્હી- રાફેલ ડીલની તપાસ કરાવવા કોંગ્રેસ દ્વારા સંયુક્ત સંસદીય સમિતિની તપાસની (જેપીસી) માગને સરકારે નકારી કાઢી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જેપીસીની માગને સરકાર સ્વીકારવા સરકાર તૈયાર નથી.સરકાર દ્વારા એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે, CAG અને CVC પહેલેથી જ તમામ સરકારી સોદાઓની તપાસ કરી રહી છે. જેથી જેપીસીનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ફ્રાંસના પૂર્વ પ્રેસિડેન્ટ ફ્રાંસ્વા ઓલાંદે 12 કલાકમાં જ તેમનું નિવેદન બદલી નાખ્યું છે. તેમને 70 કંપનીઓના પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. UPA સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને રાફેલ ડીલમાં શામેલ કરી નહતી. એચએલ અને ડાસૌલ્ટ સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.

રાફેલ ડીલ પર નાણાંપ્રધાન અરુણ જેટલી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંયુક્ત સંસદીય સમિતિની (જેપીસી) રચના કરવાની માગ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નાણાપ્રધાન રાફેલ મુદ્દે ખોટું બોલી રહ્યાં છે અને સત્ય છુપાવી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, રાફેલ ડીલની વાસ્તવિકતાને ખોટું બોલીને છુપાવી શકાય નહીં. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, રક્ષાપ્રધાન અને વડાપ્રધાને ખોટું બોલવાનું બંધ કરવું જોઈએ અને સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ જેથી રાફેલ ડીલનું સત્ય સામે આવે.