IIM-અમદાવાદ છે ભારતની નંબર-1 બિઝનેસ સ્કૂલ, એશિયાની નંબર-2

મુંબઈ – વર્ષ 2018 માટેના ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ માસ્ટર્સ ઈન મેનેજમેન્ટ રેન્કિંગ્સ’ અનુસાર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ ભારતની નંબર-1 બેસ્ટ બિઝનેસ સ્કૂલ છે. IIM-અમદાવાદ એશિયામાં બીજા નંબરે છે. IIM-કલકત્તા દેશમાં બીજા નંબરે છે અને ત્રીજા નંબરે IIM-બેંગલોર આવે છે.

એશિયાના રેન્કિંગ્સમાં પણ IIM-કલકત્તા બીજા નંબરે છે.

જાગતિક સ્તરે, IIM-અમદાવાદ 21મા નંબરે અને IIM-કલકત્તા 23મા નંબરે છે. IIM-અમદાવાદે બે ક્રમાંકની છલાંગ લગાવી છે.

આ વર્ષના જાગતિક સર્વેમાં દુનિયાની 104 B-schoolsનો સમાવેશ કરાયો હતો. જાગતિક સ્તરે સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી ઓફ સેન્ટ ગોલન આવે છે. બીજા નંબરે બ્રિટનની લંડન બિઝનેસ સ્કૂલ, ત્રીજે ફ્રાન્સ/સિંગાપોરની એઝેક બિઝનેસ સ્કૂલ આવે છે.

આ સંસ્થાઓમાં જે વિષયો પર ભણાવવામાં આવે છે એમાંથી મેળવાયેલા ડેટા પર આધારિત રેન્કિંગ્સ તૈયાર કરવામાં આવે છે. શૈક્ષણિક માળખું, ખેલકૂદ સુવિધાઓ તથા અન્ય સ્રોત તેમજ વિદ્યાર્થીઓના અનુભવને પણ રેન્કિંગ્સ વખતે ગણતરીમાં લેવામાં આવે છે. આ રેન્કિંગ્સની શરૂઆત 2005માં કરવામાં આવી હતી.

આ છે, એશિયાની ટોપ-10 બિઝનેસ સ્કૂલ્સ…

  1. શાંઘાઈ જિયાઓ તોંગ યુનિવર્સિટી, અન્તાઈ (ચીન) 
  2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (ભારત) 
  3. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-કલકત્તા (ભારત) 
  4. સ્કેમા બિઝનેસ સ્કૂલ  (ચીન) 
  5. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-બેંગલોર (ભારત) 
  6. ટોંગ્જી યુનિવર્સિટી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ (ચીન) 
  7. ગ્રેનોબલ ઈકોલ ડી મેનેજમેન્ટ (સિંગાપોર) 
  8. IQS/FJU/USF (તાઈવાન) 
  9. હુલ્ટ ઈન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ (ચીન) 
  10. સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટી, લી કોંગ ચિયાન (સિંગાપોર)