મનમોહનસિંહ કરી ગયાં કિનારો, “સરકારી ફાઈલો 10 જનપથ જવાનો ઉલ્લેખ”…

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દિવંગત પત્રકાર અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કુલદીપ નૈયરના અંતિમ પુસ્તકના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લેવાથી કિનારો કરી ગયા. જાણીતા પત્રકાર નૈયરનું પુસ્તક “On Leaders And Icons:From Jinnah To Modi” ના એક ચેપ્ટરમાં મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સરકારી ફાઈલો 10 જનપથ જવાનો ઉલ્લેખ હતો. યૂપીએ કાર્યકાળમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું આવાસસ્થાન 10 જનપથ ખૂબ જાણીતું હતું. આરોપ હતો કે સરકારી ફાઈલો પહેલાં કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષના આવાસમાં થઈને આગળ વધતી હતી.

પુસ્તકમાં ફાઈલોના 10 જનપથમાં જવાના ઉલ્લેખ પર પૂર્વ વડાપ્રધાને નૈયરની પત્ની ભારતીને એક પત્ર દ્વારા આનાથી અવગત કરાવ્યા. તેમણે કહ્યું કે આ પુસ્તકમાં જે લખવામાં આવ્યું છે તે સત્ય નથી. એટલા માટે બુક લોન્ચિંગ કાર્યક્રમમાં જોડાવું તેમના માટે શરમજનક બાબત હશે. આ મામલે દિવંગત પત્રકારના પુત્ર રાજીવ નૈયરે કહ્યું કે મારા પિતાને વિવાદોને છંછેડવાનું પસંદ હતું અને તેમણે વિવાદને જન્મ આપ્યો હતો કારણ કે મૂળ રુપથી ડોક્ટર મનમોહન સિંહે આ વાતને સ્વીકારી હતી. પરંતુ પુસ્તક વાંચ્યા બાદ તેમણે આ મામલે ઈનકાર કરી દીધો.

રાજીવે પૂર્વ વડાપ્રધાનનો પત્ર વાંચ્યો જે એક ફેબ્રુઆરીના રોજ લખવામાં આવ્યો હતો. આમાં લખવામાં આવ્યું હતું કે પુસ્તકના એક ચેપ્ટરમાં મારા વિશે વાત કરવામાં આવી છે. પેજ નંબર 172 પર મને સંદર્ભ મળ્યો કે વડાપ્રધાનના મારા કાર્યકાળ સમયે સરકારી ફાઈલો સોનિયા ગાંધીના આવાસ પર જતી હતી. આ વાત સાચી નથી, અને કુલદીપે ક્યારેય મને આ વાત કરી નથી. આને લઈને 8 ફેબ્રુઆરીના રોજ યોજાનારા પુસ્તક લોન્ચિંગ કાર્યક્રમમાં મારુ જોડાવું શરમજનક સાબિત થશે.

રાજીવે પુસ્તકની કેટલીક પંક્તિઓ વાંચી, એકતરફ વિડંબના એ છે કે મનમોહનસિંહ પાસે કોઈ લોકપ્રિય આધાર નહોતો જે વાસ્તવમાં તેમના રાજનૈતિક જીવનમાં તેમની મદદ કરે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને કાર્યાલય માટે પસંદ કર્યા કારણ કે તેમની પાસે શક્તિનો આધાર નહોતો અને તે તેમના પર જ નિર્ભર રહેશે. સિંહ આશરે 10 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા કારણ કે તેઓ સોનિયા ગાંધી માટે સુવિધાજનક હતા. અને સરકારી ફાઈલો સોનિયા ગાંધીના ઘર 10 જનપથ પર જશે.