J&K: અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

શ્રીનગર- દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં કોકેરનાગ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યાના સમાચાર છે. હજી પણ કેટલાંક આતંકી છુપાયા હોવાની આશંકા છે.આ ઉપરાંત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર અશરફ મૌલવી પકડાયો હોવાની પણ માહિતી મળી છે. વધુમાં એવી પણ જાણકારી છે કે, બેથી ત્રણ વધુ આતંકીઓ પણ સેનાની પકડમાં આવ્યા છે. અને સામસામે ફાયરિંગ ચાલુ છે. ફાયરિંગને કારણે અનંતનાગના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

SSP અલ્તાફ ખાનના જણાવ્યા મુજબ કોઈ ચોક્કસ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ સેના અને SOGની જોઈન્ટ ટીમે ત્યાં પહોંચી વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરુ થયું હતું. જેમાં સેનાના જવાનોએ બે આતંકીને ઠાર માર્યા હતા.