J&K: કુલગામમાં સુરક્ષાદળોએ 5 આતંકી ઠાર માર્યા, સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે સવારે શ્રીનગરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સેનાના જવાનોએ પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ કશ્મીરના IGPના જણાવ્યા મુજબ તેમણે પાંચ આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જેમના નામ ગુલઝાર અહમદ, ફૈઝલ રાથેર, જાહિદ અહમદ મીર, મંસૂર ભાટ અને જરુર છે. માર્યા ગયેલા તમામ આતંકીઓ કશ્મીરના રહેવાસી હતા.

કાજીગુંડા ઉપરાંત સુરક્ષા દળોએ શ્રીનગરના અન્ય એક વિસ્તાર બેમિનામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક કારમાંથી હથિયારો મળી આવ્યા. એવું માનવામાં આવે છે કે, આતંકવાદીઓ આ હથિયારો દ્વારા વધુ મોટા હુમલાની તૈયારી કરી રહ્યાં હતા.

આ ઘટનાક્રમ વચ્ચે કશ્મીર ખીણમાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ સેવાઓને અસ્થાયી રુપે નિલંબીત કરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બારમુલા અને કાજીગુંડ વચ્ચે ટ્રેન સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે.