સોશિયલ મીડિયા પરથી બાબા રામદેવ વિરુદ્ધ આપત્તિજનક કન્ટેન્ટ હટાવવા HC નો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ વિરુદ્ધ આપત્તિજનક કન્ટેન્ટ હટાવવા માટે ફેસબુક, ગૂગલ, યૂટ્યુબ અને ટ્વિટરને નિર્દેશ આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે પોતાના પ્લેટફોર્મ પરથી આ માહિતી હટાવી દો અથવા તો આને બ્લોક કરી દો. આપને જણાવી દઈએ કે યૂટ્યુબ પર ઘણા એવા વીડિયો છે જે બાબા રામદેવ પર ઘણા આરોપ લગાવી રહ્યા છે.

કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને કહ્યું છે કે એ પણ જણાવો કે આખરે કોણ આ સામગ્રીઓ નાંખી રહ્યું છે. જો કોઈ વ્યક્તિગત રુપે આવું કરી રહ્યું છે તો તેની પણ જાણકારી આપવામાં આવે. તમામ જાણકારીઓને સીલ બંધ કવરમાં કોર્ટમાં જમા કરાવવાનો પણ કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ કર્યો છે.

એક વીડિયો જોયા બાદ ન્યાયમૂર્તિ પ્રતિભા એમ સિંહે જાણ્યું કે આ વીડિયોમાં તે પુસ્તકના કેટલાક અંશ છે જે હાઈકોર્ટે સપ્ટેમ્બરમાં ડિલીટ કરવાનો આદેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બર 2018ના કોડ ગોડમેન ફ્રામ ટાઈકૂનના પ્રકાશક અને લેખકને પુસ્તકમાંથી કેટલાક વિવાદિત અંશ હટાવવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે તે વિવાદિત ભાગ કોઈ વીડિયો અથવા લેખ અથવા તો કોઈ અન્ય રુપમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી લોકો વચ્ચે પ્રચારિત કરવામાં આવી રહ્યો છે. આના પર રોક માટે કોર્ટે ફેસબુક અને ગૂગલને પોતાના તમામ અન્ય પ્લેટફોર્મ પરથી હટાવવા માટે કહ્યું છે.