ચક્રવાતી વાવાઝોડું ‘ડેયે’ ઓડિશા પરથી પસાર થયું; ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો

ભૂવનેશ્વર – બંગાળના અખાત પર હવાના નીચા દબાણને કારણે ચક્રવાતમાં સર્જાયેલું ‘ડેયે’ વાવાઝોડું આગાહી અનુસાર ગઈ મધરાત બાદ આજે વહેલી સવારે (દોઢ વાગ્યે) ઓડિશાના સમુદ્રકાંઠા પરથી પસાર થયું હતું. એને કારણે રાજ્યના ઘણા ભાગોમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

વાવાઝોડું ‘ડેયે’ ગોપાલપુર નજીકના સમુદ્રકાંઠા પાસેથી આજે વહેલી સવારે પસાર થયું હતું.

તે રાજ્યના વાયવ્ય ખૂણા તરફ આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે નબળું પડતું જશે.