CJI દીપક મિશ્રા કરશે જજ લોયા મોતના કેસની સુનાવણી

નવી દિલ્હી– સીબીઆઈ સ્પેશ્યિલ જજ બૃજગોપાલ લોયાના સંદિગ્ધ મોતના મામલાની સુનાવણી હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા પોતે કરશે, તેવો નિર્ણય લેવાયો છે. આ મામલામાં સોમવારે સુનાવણી થશે. અત્યાર સુધી આ કેસની સુનાવણી જસ્ટિસ અરૂણ મિશ્રાની પીઠ કરી રહી હતી. હાલમાં જ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો, અને પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યા હતા.justice-dipak-misraઆ દરમિયાન આ ચાર ન્યાયાધીશોએ ખુલ્લેઆમ જજ લોયાના કેસની સુનાવણીને લઈને સવાલો ઉભા કર્યા હતા. આ જજોએ એવી પણ ફરિયાદ કરી હતી કે અતિમહત્વના કેસોની પોતે હાથ પર લઈ લે છે, એટલે કે માસ્ટર ઓફ રોસ્ટર હોવાનો ફાયદો લે છે.

તે પછી જસ્ટિસ અરૂણ મિશ્રાએ આ મામલાની સુનાવણીમાં પોતાને અલગ કરી નાંખ્યા હતા. સાથે એમ પણ કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ઉપયુક્ત બેન્ચની સામે રજૂ થાય. તે પછી તેની સુનાવણીને લઈને તમામ કયાસ લગાવવામાં આવતા હતા.

હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ લોયા કેસની સુનાવણી પોતે કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે તેમની પીઠ સમક્ષ આ કેસ રજૂ થશે. આ કેસમાં અન્ય જજ એ એમ ખાનવિલકર અને ડીવાઈ ચંદ્રચુડ પણ સામેલ થશે.