CBSE પેપર લીક મામલોઃ વ્હોટસઅપના 10 ગ્રુપમાં લીક થયું હતું

નવી દિલ્હી– કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)ના બે પેપર લીક મામલામાં ક્રાઈમ બ્રાન્ચને અતિમહત્વની કડી મળી છે. ક્રાઈમ બ્રાન્ચના કહેવા અનુસાર ધોરણ-12 અર્થશાસ્ત્રનું પેપર વ્હોટસઅપના 10 ગ્રુપમાં લીક થયું હતું. આ વચ્ચે એવા સમાચાર એચઆરડી મંત્રાલય ફકત દિલ્હીમાં બન્ને લીક થયેલા પેપરને ફરીથી લેવા પર વિચાર કરી રહ્યું છે.ક્રાઈમ બ્રાન્ચ અનુસાર ધોરણ 12માં અર્થશાસ્ત્રનું પેપર 10 વ્હોટ્સઅપ ગ્રુપમાં પેપર લીક થયું છે. દરેક ગ્રુપમાં અંદાજે 50 લોકો હતા. જેમને ટ્યુટર્સ, વિદ્યાર્થી અને વાલીઓ સાથે જોડાયેલા હતા. તદઉપરાંત Rouse Avenue ઓફિસમાં 26 તારીખે પાર્સલ જ્વારા મળેલ સોલ્વ પેપરમાં જેના મોબાઈલના 4 નંબરનો ઉલ્લેખ છે. તે બધા જ નંબર ટ્યુટર્સના છે. જેઓ કોઈને કોઈ વ્હોટસઅપ ગ્રુપમાં એડ થયેલા હતા.

સીબીએસઈ પેપર લીક મામલામાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ હવે તે વ્હિસલ બ્લોઅરની તપાસમાં જોડાઈ છે. જેણે સીબીએસઈના ચેરમેનને સતત ફેક્સ અને મેઈલ કરીને પેપર લીક થયું હોવાની જાણ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે બન્ને પેપર લીક થયા પહેલા સીબીએસઈને જાણ કરનાર એક જ વ્યક્તિ હતો. ક્રાઈમ બ્રાન્ચના કહેવા અનુસાર વ્હિસલ બ્લોઅરે 23 માર્ચ અને 28 માર્ચની વચ્ચે અનેકવાર સીબીએસઈના ચેરમેનને ઈમેલ મોકલ્યો છે, સીબીએસઈની ઓફિસમાં ફેક્સ કર્યો છે. અને લીક થયેલ પેપરની સાથે પુરા દસ્તાવેજનું પાર્સલ પણ મોકલ્યું છે.

સાથે આ વ્યક્તિએ દિલ્હીના એક કોચિંગ સેન્ટર અને 2 સ્કુલો પર પેપર લીક કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે સીબીએસઈએ ત્રણ દિવસ વીતી ગયા છતાં કોઈ પગલા લીધા નથી.