CBSE ધોરણ 10 પરીક્ષામાં ટોપમાં આવ્યાં આ વિદ્યાર્થીઓ…

નવી દિલ્હીઃ CBSE બોર્ડની ધોરણ10 પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પરીક્ષાનું કુલ પરિણામ 86.70 ટકા આવ્યું છે. અને તેમાં 4 વિદ્યાર્થીઓએ ટોપ કર્ઉં છે. સીબીએસઈની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in  અથવા cbse.nic.in પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે.CBSE ધો.10માં આ વર્ષે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષની પરીક્ષામાં પણ વિદ્યાર્થિનીઓ જ આગળ રી છે અને 88.67 ટકા વિદ્યાર્થિની પાસ થઇ છે, જ્યારે 85.32 ટકા વિદ્યાર્થી પાસ થયાં છે.

આ વર્ષે જે 4 વિદ્યાર્થી ટોપર્સ થયાં છે તેમાં ડીપીએસ ગુડગાંવના પ્રખર મિત્તલ, આપરી પબ્લિક સ્કૂલ બિઝનોરની રિમઝિમ અગ્રવાલ, સ્કોટિશ ઇનટેલ સ્કૂલ શામલીની નંદિની ગર્ગ અને ભવન વિદ્યાલય કોચીનની શ્રીલક્ષ્મીએ ટોપ કર્યું છે. દિવ્યાંગ કેટેગરીમાં સનસિટી ગુડગાંવ અનુષ્કા પાંડા, ઉત્તમ સ્કૂલ ગાઝિયાબાદની સાન્યા ગાંધીએ ટોપ કર્યું છે, બંનેને 489 માર્ક્સ મળ્યા છે. બીજા નંબર પર જેએનવી ધનપુર ઓડિશાના સૌમ્યદીપ પ્રધાન છે જેને 484 ગુણ મળ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સીબીએસઇ બોર્ડે ઇંગ્લિશ પેપરમાં ટાઇપિંગ એરર હોવાથી 2 માર્ક વધુ આપવાની જાહેરાત કરી હતી.

લીક પેપર મેળવનાર સ્ટુડન્ટ્સની યાદી સોંપાઇ

દિલ્હી પોલીસે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ને એક યાદી સોંપી છે. જેમાં કથિત રીતે ધોરણ10ના ગણિત અને ધોરણ 12ના અર્થશાસ્ત્રનું પેપર મેળવ્યું હતું. તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડ તરફથી આવી યાદી માંગવામાં આવી હતી, જે અમે સોંપી દીધી છે. તેમાં આશરે 60 સ્ટુડન્ટ્સના નામ હતાં. ક્રાઇમ બ્રાંચે મામલાની તપાસ દરમિયાન આ વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. સીબીએસઈના ધોરણ 10નું ગણિત અને ધોરણ12 અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં લીક થતાં ભારે વિરોધ થયો હતો જેને લઇને તપાસ સોંપવામાં આવી હતી.