CBI દ્વારા વિમાન સોદામાં લાંચ મામલે IAF અધિકારીઓ અને સ્વિસ કંપની પર કેસ નોંધાયો…

નવી દિલ્હીઃ સીબીઆઈએ વર્ષ 2009માં 75 મૂળભૂત ટ્રેનર વિમાનોની ખરીદીમાં કથિત અનિયમિતતાઓને લઈને વાયુ સેના, રક્ષા મંત્રાલયના અજ્ઞાત અધિકારીઓ, હથિયાર ડીલર સંજય ભંડારી અને સ્વિટ્ઝર્લેન્ડની વિમાન બનાવનારી કંપની પિલૈટસ એરક્રાફ્ટ લિમિટેડના અધિકારીઓ વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે. સીબીઆઈનો આરોપ છે કે આ સોદામાં કથિત રુપથી 339 કરોડ રુપિયાની લાંચ આપવામાં આવી હતી.

સીબીઆઈએ શુક્રવારના રોજ ભંડારી અને અન્ય આરોપીઓના ઠેકાણાઓ પર દિલ્હી અને આસપાસના ક્ષેત્રમાં રેડ કરી. અધિકારીઓએ જણાવ્યું કે ઘણી અન્ય જગ્યાઓ પર રેડ કરવામાં આવશે. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં હથિયાર ડીલર સંજય ભંડારીની કંપનીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની ઓફિસ દિલ્હીના પંચશીલ પાર્કમાં છે.

ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ એરફોર્સ જોઈન કરનારા કેડેટ્સને પ્લેન ઉડાવવાનું શીખવા માટે કરવામાં આવે છે. ભારતીય વાયુસેનાએ સ્વદેશી HTP-32 માં સતત ક્ષતી આવ્યા બાદ તેનું ઓપરેશન બંધ કર્યા બાદ પિલૈટસ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો હતો.

મનમોહન સિંહ સરકારે 75 પિલૈટસ વિમાન ખરીદવા માટે  2,896 કરોડ રુપિયાની ડીલ કરી હતી.