CBFC ફિલ્મ ‘પદમાવતી’ને 26 કટ અને નામ બદલાની શરતે પાસ કરવા તૈયાર

નવી દિલ્હી– સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી)ની 6 સભ્યોની કમિટીએ 28 ડિસેમ્બરે પદમાવતી ફિલ્મ જોઈ અને રિવ્યુ કર્યા પછી બેઠક કરી હતી, આ બેઠકમાં તમામે નિર્ણય લીધો હતો કે યુએ સર્ટિફિકેટ માટે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તેમજ ફિલ્મનું નામ પદમાવતી બદલવું પડશે. ફિલ્મનું નામ ‘પદમાવતી’માંથી ‘પદમાવત’ કરી શકાય. જરૂરી ફેરફાર પછી ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવશે.સીબીએફસીનું કહેવું છે કે ફિલ્મના નિર્માતાઓ અમે સોસાયટી બન્નેને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને સંતુલિત દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી છે. સેન્સર બોર્ડના કહેવા પ્રમાણે ફિલ્મને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, તેને ધ્યાનમાં લેતાં અમે છ સભ્યોની પેનલની રચના કરી હતી, અને એક સફળ સમાધાન સુધી પહોંચી શકીયે. હાલ ફિલ્મમાં 26 કટ લગાવવા પડશે, ત્યાર પછી ફિલ્મનો ફરીથી રિવ્યૂ કરાશે.

સભ્યોની સહમતિ પછી ફિલ્મને યુએ સર્ટિફિકેટની સાથે રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવશે. સીબીએફસીની સ્પેશ્યિલ પેનલમાં ઉદેપુરથી અરવિંદ સિંહ અને જયપુર યુનિવર્સિટીના ડૉ.ચંદ્રમણિસિંહ અને પ્રોફેસર કે કે સિંહ પણ સામેલ હતા. પેનલના સભ્યોઓએ ઐતિહાસિક ઘટનાઓ અને સામાજિક-સાસ્કૃતિક દાવાઓને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરી છે.