₹21 લાખની છેતરપીંડી? ચેન્નાઈમાં ઋતિક રોશન સામે ‘420’નો કેસ

0
1458

ચેન્નાઈ – એક વ્યક્તિ સાથે રૂ. 21 લાખની રકમની છેતરપીંડી કરવા બદલ ચેન્નાઈમાં બોલીવૂડ એક્ટર ઋતિક રોશન તથા અન્ય આઠ જણ સામે ચીટિંગનો કેસ કરવામાં આવ્યો છે.

ફરિયાદીએ કહ્યું છે કે ઋતિકની બ્રાન્ડ HRX માટે પોતાને સ્ટોકિસ્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ એ બ્રાન્ડ પ્રોડક્ટ્સની નિયમિત રીતે સપ્લાય કરતી નહોતી, પરિણામે એનું વેચાણ બંધ થઈ ગયું હતું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આર. મુરલીધરન નામના માણસે ઋતિક તથા અન્યો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ દાવો કર્યો છે કે જ્યારે પોતે કેટલીક પ્રોડક્ટ્સ પરત કરી ત્યારે ઋતિકની HRX બ્રાન્ડે એને રકમની ચૂકવણી કરવાનો ઈનકાર કર્યો હતો.

ઋતિકે 2014માં એની મર્કેન્ડાઈઝ બ્રાન્ડ HRX લોન્ચ કરી હતી.

મુરલીધરનનો દાવો છે કે ઋતિક તથા અન્યોએ એની સાથે રૂ. 21 લાખની છેતરપીંડી કરી છે. એ લોકોએ પોતાને જાણ કર્યા વિના એમની માર્કેટિંગ કંપની બંધ કરી દીધી હતી.

મુરલીધરનની ફરિયાદને પગલે કોદુનગૈયુર પોલીસ સ્ટેશને ઋતિક તથા અન્ય 8 જણ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 420 હેઠળ કેસ નોંધ્યો છે.