દુકાનદારો-વેપારીઓ માટે 3000નું માસિક પેન્શન, લાગુ પડવાના નિયમ…

નવી દિલ્હીઃ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળના શપથગ્રહણ સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે. બીજા કાર્યકાળના પહેલાં દિવસે જ કેન્દ્રીય પ્રધાનમંડળે નાના દુકાનદારો, રીટેલ વેપારીઓ અને પોતાનો વ્યાપાર કરનારા લોકો માટે પેન્શન યોજનાને મંજૂરી આપી દીધી છે.

પેન્શન યોજના અંતર્ગત રિટેલ વેપારીઓ, દુકાનદારોને 60 વર્ષની ઉંમર થયા બાદ ન્યૂનતમ 3000 રુપિયા માસિક પેન્શન મળવાની વ્યવસ્થા છે.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં ચૂંટણી મેનિફેસ્ટોના આ વાયદાને પૂરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સરકારની આ યોજનાનો લાભ દેશના ત્રણ કરોડથી વધારે રિટેલ વેપારીઓ અને દુકાનદારો તેમજ સ્વરોજગાર કરનારા લોકોને મળશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેરકે પ્રધાન મંડળની બેઠક બાદ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે આવનારા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ દુકાનદારો આ યોજના સાથે જોડાય તેવી અપેક્ષાઓ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દોઢ કરોડ રુપિયા વાર્ષિકથી ઓછી રકમનો વ્યાપાર કરનારા તમામ દુકાનદાર, સ્વરોજગાર કરનારા લોકો અને રિટેલ વ્યાપારી કે જેમની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે છે, તે તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

આમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન યોજનામાં શામિલ થનારા લોકો દેશભરમાં ફેલાયેલા 3.25 સેવાકેન્દ્રો પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો તમે પણ પેન્શન યોજનામાં ભાગ લેવા ઈચ્છો છો તે પેન્શન પ્રાપ્ત કરવા માટે આ જેટલી રકમનું યોગદાન કરશો, તેટલી જ રકમનું સરકારણ યોગદાન કરશે.

દેશભરના વેપારીઓના અખિલ ભારતીય સંગઠન કૈટ મહાસચિવ પ્રવીણ ખંડેવાલે કહ્યું કે આનાથી વ્યાપારિક સમુદાય પ્રત્યે વડાપ્રધાનની ચિંતા મામલે ખ્યાલ આવ્યો છે. ખંડેવાલે કહ્યું કે આશા છે કે આ કાર્યકાળમાં નાના વ્યાપારીઓને સરકાર પોતાની પ્રાથમિકતાના લિસ્ટમાં રાખશે.