10 રાજ્યની 14 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ: જાણો કોણ ક્યાંથી છે આગળ

નવી દિલ્હી- દેશના 10 રાજ્યોની ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ સામે આવ્યું છે. આ તમામ બેઠકોમાંથી ઉત્તરપ્રદેશની કૈરાના અને મહારાષ્ટ્રની પાલઘર બેઠકના પરિણામ પર લોકોની વિશેષ રુચી જોવા મળી રહી છે. આ પેટા ચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા એક મોટા સંદેશ તરીકે પણ જોવામાં આવે છે. કારણકે ઘણી બેઠકો ઉપર ભાજપ સામે વિરોધપક્ષો એકસાથે જોડાયા છે. જાણીએ 4 લોકસભા અને 10 વિધાનસભા બેઠકોમાં કોણ ક્યાંથી આગળ છે.લોકસભા બેઠક

ઉત્તર પ્રદેશ: કૈરાના લોકસભા બેઠક પર RLDના ઉમેદવાર તબસ્સુમ હસન લગભગ 9 હજારથી વધુ મતોની સરસાઈ ધરાવે છે. અહીં ભારતીય જનતા પાર્ટીની મૃગાંકા સિંહની જીત મુશ્કેલ જણાઈ રહી છે.

મહારાષ્ટ્ર: ગોંદિયા-ભંડારા લોકસભા બેઠક પર NCPના મધુકરરાવ કુકેડે 3000 હજાર મતોની સરસાઈ ધરાવે છે.

મહારાષ્ટ્ર: પાલઘર લોકસભા બેઠક પર ભાજપ અને શિવસેના આમને સામને છે. અહીં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિત આગળ ચાલી રહ્યાં છે.

નાગાલેન્ડ: નાગાલેન્ડની લોકસભા બેઠક પર NDPP અને BJPની સહયોગી પાર્ટી PDAના ઉમેદવાર સરસાઈ મેળવી આગલ ચાલી રહ્યાં છે. તેમને અત્યાર સુધીમાં 23364 મત મેળવ્યા છે. બીજા નંબરે NDFના ઉમેદવારે 20 હજાર મત મેળવ્યા છે.

વિધાનસભા બેઠક

ઉત્તરપ્રદેશ: નૂરપુર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નઈમ-ઉલ-હસન આગળ ચાલી રહ્યાં છે. નવ રાઉન્ડની મત ગણતરી બાદ નઈમને આશરે 7480 મતોની સરસાઈ મળી છે.

બિહાર: અહીંની જોકીહાટ વિધાનસભા બેઠક પર JDU અને RJD વચ્ચે સીધી ટક્કર છે. અહીં હાલમાં RJDના ઉમેદવાર શાહનવાઝ આલમ લગભગ 3000 મતોની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે.

ઉત્તરાખંડ: થરાલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુન્નીદેવીએ સરસાઈ મેળવી છે.

કેરળની ચેંગન્નુર વિધાનસભા બેઠક પરથી CPI (M)ના ઉમેદવાર 4 હજારથી વધુ મતોથી આગળ.

ઝારખંડની સિલ્લીમાં ઝારખંડ મુક્તિ મોરચાના (JMM) ઉમેદવાર સીમા દેવી આગળ.

પંજાબની શાહકોટ બેઠક ઉપર કોંગ્રેસના હરદેવસિંહ લાડી આશરે 10 હજાર મતોથી આગળ.

પશ્ચિમ બંગાળની મહેશ્તલા બેઠક પર TMCના ઉમેદવાર દુલાલ દાસ 20 હજારથી વધુ મતોની સરસાઈ ધરાવે છે.

મેઘાલયની અંપાતી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મિયાની ડી. શિરાએ 3191 મત સાથે જીત મેળવી.