ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં બસ ખાઈમાં પડતાં 44 જણનાં કરૂણ મરણ

0
1362

દેહરાદૂન – ઉત્તરાખંડ રાજ્યમાં આજે સવારે એક ખાનગી બસ 60-મીટર ઊંડી ખાઈમાં પડતાં ઓછામાં ઓછા 45 જણનાં મરણ નિપજ્યાં છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત આજે સવારે લગભગ 9 વાગ્યે ક્વીન્સ બ્રિજ નજીક થયો હતો. 28-સીટવાળી બસ ભોઉન ગામથી રામનગર તરફ જતી હતી ત્યારે ડ્રાઈવર બસ પરથી અંકુશ ખોઈ બેઠો હતો અને બસ ખાઈમાં ગબડી પડી હતી.

આઠ જણ ઘાયલ થયા હતા એમને હેલિકોપ્ટરની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. એમાંના ચાર જણની હાલત ગંભીર છે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃત્યુ પામેલાઓ માટે શોકની લાગણી વ્યક્ત કરી છે.