કર્ણાટકઃ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને CM તરીકે શપથ લેવાનું આમંત્રણ આપ્યું

0
1379

બેંગલુરુ – કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના બી.એસ. યેદિયુરપ્પાને રાજ્યમાં સરકાર રચવા અને રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવાનું આજે આમંત્રણ આપ્યું છે. રાજભવનમાંથી વજુભાઈની સહીવાળો દસ્તાવેજ રિલીઝ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ યેદિયુરપ્પાને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણી પહેલાથી જ ઘોષિત કરી દીધા હતા.

કર્ણાટક ભાજપે યેદિયુરપ્પા આવતીકાલે મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે એવું ટ્વીટ કરીને બાદમાં ડીલીટ કર્યું હતું, પણ ત્યારબાદ થોડાજ સયમાં એ ફરી ટ્વીટ કર્યું હતું. નવા ટ્વીટમાં લખ્યું છે કે, યેદિયુરપ્પા સવારે 9 વાગ્યે રાજભવનમાં શપથ લેશે.

રાજ્યપાલ વાળાએ યેદિયુરપ્પાને બહુમતી પુરવાર કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

આ છે, રાજભવનમાંથી રિલીઝ કરાયેલો આમંત્રણનો પત્ર…

અગાઉનું ટ્વીટ શા માટે ડિલીટ કર્યું હતું એ વિશે કર્ણાટક ભાજપે ખુલાસો કર્યો છે…