જમ્મુ-કશ્મીર: BJP-PDP સરકારના ગઠબંધનનો અંત, ભાજપે સમર્થન પાછું ખેચ્યું

0
4772

શ્રીનગર- ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ જમ્મુ-કશ્મીર સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આજે સાંજે જમ્મુ-કશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી પોતાના પદ પરથી રાજીનામું આપશે. ભારતીય જનતા પાર્ટીએ PDPને આપેલું સમર્થન પરત લેવાની જાણ કરતો પત્ર પણ રાજ્યપાલને મોકલી આપ્યો છે.આ અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા રામ માધવે પત્રકાર પરિષદને સંબોધન કર્યું અને PDPને આપેલું સમર્થન પાછું ખેચવા અંગેના કારણો જણાવ્યા હતા.

ગઠબંધન તૂટવાની સાથે સાથે…

  • મહેબૂબા મુફ્તીએ રાજ્પાલને પોતાનું રાજીનામું મોકલાવ્યું
  • ભાજપે જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ સાશની માગ કરી
  • ભાજપે PDPને આપેલું સમર્થન પરત લેવાની જાણ કરતો પત્ર રાજ્યપાલને મોકલી આપ્યો
  • અમે આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રાખશું: રામ માધવ
  • કશ્મીરની વર્તમાન સ્થિતિ સુધારવા રાજ્યપાલ સાશન લગાવવામાં આવે: ભાજપ
  • કશ્મીર ઘાટીની સ્થિતિ સુધારવા મહેબૂબા મુફ્તી સરકાર નિષ્ફળ રહી: ભાજપ
  • ગૃહપ્રધાન રાજનાથ સિંહે પણ અનેકવાર કશ્મીર જઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું: ભાજપ