સ્વાતંત્ર્ય દિવસે ‘ભારત માતા કી જય’ નારો લગાવવાનું શિયા સંસ્થાએ ફરજિયાત બનાવ્યું

લખનઉ – ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડે ફતવો બહાર પાડીને 15 ઓગસ્ટના આઝાદી દિને તેના દ્વારા સંચાલિત તમામ શાળાઓ અને કોલેજોમાં ‘ભારત માતા કી જય’ નારો લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે.

સંસ્થાએ કહ્યું છે કે તેના દ્વારા સંચાલિત તમામ શાળાઓ અને કોલેજોમાં આઝાદી દિવસના ઉજવણી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત પૂરું થઈ ગયા બાદ સૌએ ‘ભારત માતા કી જય’ નારો લગાવવાનો રહેશે.

આદેશમાં જણાવાયું છે કે ‘ભારત માતા કી જય’ એ ભારતની આઝાદીનું સૂત્ર છે અને દેશના આઝાદી દિવસની ઉજવણી સાથે એ જોડાયેલું છે.