લાલૂપ્રસાદ યાદવને વધુ એક ઝાટકો, સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હી- નિષેધ સંશોધન કાયદા અંતર્ગત આવકવેરા વિભાગે RJD સુપ્રીમોની મોટી દીકરી મીસા ભારતી અને તેના પતિ શૈલેષ કુમારનું દિલ્હી સ્થિત ફાર્મ હાઉસ જપ્ત કર્યું છે. અન્ય મળતી માહિતી મુજબ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને RJD અધ્યક્ષ લાલૂપ્રસાદ યાદવના પરીવારના સભ્યો તેમની પટના અને દિલ્હીમાં આવેલી મિલકતો પણ ગુમાવી શકે છે.નિષેધ સંશોધન કાયદા હેઠળ ઈન્કમ ટેક્સ વિભાગએ 17 પ્રોપર્ટીને તાત્કાલિક ધોરણે જપ્ત કરવાની પુષ્ટિ કરી છે. આ સંપત્તિની કુલ કિંમત 128 કરોડ રુપિયા છે. જપ્ત કરેલી સંપત્તિમાં લાલૂ યાદવના સંબંધીઓએ શેલ કંપનીની મદદથી યૂપીએ શાસન કાળ દરમિયાન લાલૂ જ્યારે રેલમંત્રી હતા ત્યારે ખરીદી હતી. ત્યારપછી આ સંપત્તિઓને લાલૂ, તેની પત્ની રાબડી, તેના દીકરા ને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ દીકરી ચંદા, મીસા અને રાગિણી તેમજ જમાઈ શૈલેશ કુમારના નામે ટ્રાંસફર કરી દેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર સંપત્તિ જપ્ત કર્યા પછી ઈન્કમ ટેક્ષ વિભાગ તેના પર કબજો કરી શકે છે. પરંતુ જો વિભાગ ઈચ્છે તો સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી તેમાં લોકોને ભાડે રહેવાની મંજૂરી આપી શકે છે. આયકર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ સંપત્તિની કુલ કિંમત 127.75 કરોડ છે. તેમાં પટનામાં નિર્માણાધીન મોલ, દિલ્હીના આલીશાન ઘર અને દિલ્હી એરપોર્ટ પાસે અઢી એકરમાં ફેલાયેલા ફાર્મનો સમાવેશ થાય છે.