જૈશના આતંકીને ભારતને સોંપીને યૂએઈએ ફરી રજૂ કરી મિસાલ…

નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાતે એક અન્ય આતંકીને ભારતને સોંપીને મિસાલ રજૂ કરી છે. આ વખતે યૂએઈએ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના સભ્ય નિસાર અહમદ તાંત્રેને ભારતને સોંપી દીધો છે. જૈશનો આ આતંકી જમ્મૂ-કાશ્મીરના લેથપોરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર ડિસેમ્બર 2017માં હુમલાનો મુખ્ય ષડયંત્ર કર્તા છે. 30-31 ડિસેમ્બર 2017ની રાત્રે થયેલા આ આતંકી હુમલામાં પાંચ સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા.

નિસાર તાંત્રે જૈશના દક્ષિણી કાશ્મીરના ડિવિઝનલ કમાન્ડર નૂર તાંત્રેનો ભાઈ છે. નિસારને રવિવારના રોજ વિશેષ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યો અને અહીંયાથી તેને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં આવ્યો છે. હકીકતમાં એનઆઈએ લોથપોરા હુમલાની તપાસ કરી રહી છે. એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજે નિસાર વિરુદ્ધ એરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું, જેના આધાર પર તેના યૂએઆઈથી ડિપોર્ટ કરવામાં આવી શક્યો. માનવામાં આવે છે કે નૂર તાંત્રેએ ઘાટીમાં જૈશને પગપેંસારો કરવામાં મદદ કરી હતી. તેણે ડિસેમ્બર 2017માં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

ઉલ્લેખનીય છે કે યૂએઈ છેલ્લા કેટલાક વર્ષોથી ભાગેડુને પાછો ભારતને સોંપવાના એક બાદ એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ રજૂ કરી રહી છે જેમાં આતંકવાદી પણ શામિલ છે. યૂએઈ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદીના મામલે લાંચના આરોપી ક્રિશ્ચિયન મિશેલ, મામલાના કથિત દલાલ દીપક તલવાર સીવાય સીરિયાઈ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના સમર્થકો, ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય અબ્દુલ વાહિદ સિદ્દિબાપા અને 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી ફારુક ટકલા જેવા આતંકવાદીઓને ભારતને સોંપી ચૂક્યું છે. નિસાર તાંત્ર સંભવતઃ આ વર્ષે જ ભારતથી ભાગીને યૂએઈ ચાલ્યો ગયો હતો.

લેથપોરા કેસમાં જ પુલવામાંના અવંતિપુરા નિવાસી ફય્યાઝ અહમદ મૈગ્રેને ફ્રેબુઆરીમાં પકડી લેવામાં આવ્યો હતો. હુમલામાં જે ત્રણ આતંકીઓને મારવામાં આવ્યા હતા, તેમની ઓળખ ત્રાલ નિવાસી ફરદીન અહમદ ખાંડે, પુલવામાના દ્રુબગ્રામ નિવાસી મંજૂર બાબા અને પાકિસ્તાની આતંકી અબ્દુલ શકૂર શામિલ છે. શકૂર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટનો રહેવાસી છે. ફેબ્રુઆરીમાં એનઆઈને જે આતંકી ફય્યાઝને પકડ્યો હતો, તે જૈશનો સક્રિય સભ્ય હતો. તેણે જ હુમલામાં સામિલ આતંકીઓને છુપાવવા માટે જગ્યા, હથિયાર, અને ગુપ્ત જાણકારીઓ પ્રાપ્ત કરાવી આપી હતી.