દિલ્હીની રેલી માટે આંધ્ર સરકારે 1.12 કરોડની બે ટ્રેનો ભાડે લીધી

0
1298

નવી દિલ્હી– આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં 11 ફેબ્રુઆરીએ એક વિરોધ પ્રદર્શન કરવાના છે. આ પ્રદર્શનમાં લોકોને તેમના રાજ્યમાંથી લાવવા માટે આંધ્ર સરકાર તરફથી 1.12 કરોડ રુપિયાની બે ટ્રેનો ભાડે લેવામાં આવી છે.

એક જાણીતી સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે અમરાવતીમાં શનિવારે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ સરકારે 11 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ‘દીક્ષા રેલી’માં ભાગ લેવા જઈ રહેલા લોકો માટે બે ટ્રેનો ભાડે કરી છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી 20 20 કંપાર્ટમેન્ટ વાળી બે ટ્રેન 1.12 કરોડ રુપિયામાં ભાડે લીધી છે.

પ્રતીકાત્મક તસવીર

ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આદેશ પ્રમાણે આ ટ્રેન અનંતપુર અને શ્રીકાકુલમથી નેતાઓ, સંગઠનો, એનજીઓ અને બીજા સહયોગીયોને દિલ્હી લઈ જશે, જેથી તે દિલ્હીમાં એક દિવસની દીક્ષા રેલીમાં ભાગ લઈ શકે. આ ટ્રેન રવિવારે સવારે 10 કલાકની આસપાસ દિલ્હી પહોંચશે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુ આ વિરોધ પ્રદર્શન કેન્દ્રના એ નિર્ણય પછી કરી રહ્યાં છે જેમાં કેન્દ્રએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી ના પાડી છે. નાયડુનું કહેવું છે કે કેન્દ્રએ રાજ્યને લઈને ઘણા વાયદા કર્યા હતા તેને પુરા કરવામાં તે અસફળ રહ્યા છે. આના વિરોધમાં તે પ્રદર્શન કરવાના છે. નાયડુએ રેલીને સફળ બનાવવા માટે રાજ્યની વિપક્ષી પાર્ટીઓ પાસે સહયોગ માંગ્યો છે.